Face Of Nation 24-04-2022 : લખીમપુર ખીરી હિંસાના મુખ્ય આરોપી આશીષ મિશ્રાએ રવિવારે કોર્ટ સામે સરેન્ડર કર્યું. કેન્દ્રીય મંત્રી અજય કુમાર મિશ્રા ટેનીના પુત્ર આશિષને 14 દિવસના જ્યૂડિશિયલ કસ્ટડીમાં લખીમપુર ખીરી જેલ મોકલી દેવાયો છે. 18મી એપ્રિલ સુપ્રીમ કોર્ટે આશીષના જામીન રદ કરતા તેને એક સપ્તાહની અંદર સરેન્ડર કરવાનું કહ્યું હતું. આશીષે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા સમયથી એક દિવસ પહેલા જ રિમાન્ડ મેજિસ્ટ્રેટની સામે સરેન્ડર કરી દીધું છે. તો બીજીતરફ કિસાન પક્ષના વકીલે જણાવ્યું કે, વર્કિંગ ડેની ભીડથી બચવા માટે રજાનો દિવસ પસંદ કરવામાં આવે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. એક દિવસ કે એક દિવસ પછી સરેન્ડર કરવાથી કેસ પર કોઈ જ ફરક પડશે નહીં. 26મી એપ્રિલે જિલ્લા અદાલતમાં આરોપ નક્કી થશે.
જામીનને લઈને હવે શું?
કિસાન પક્ષના વકીલે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટ તેને ગ્રાઉન્ડ પર જામીન રદ કરી દીધા હતા કે હાઈકોર્ટે ઉતાવળે જામીન આપી દીધા છે. સાથે જ એમ પણ કહ્યું હતું કે એક સપ્તાહની અંદર સરેન્ડર કર્યા બાદ આશીષ મિશ્રા અલ્હાબાદ હાઈકોર્ટની લખઉન બેંચમાં ફરીથી જામીન માટે એપ્લીકેશન આપી શકે છે.
હાઈકોર્ટમાંથી આ રીતે મળ્યા જામીન
આ હાઈ પ્રોફાઈલ કેસમાં હાઈકોર્ટે જામીનનો ચૂકાદો કઈ રીતે આપ્યો, તે વાત કોઈને ગળે નથી ઉતરતી. વકીલની દલીલ પછી હાઈકોર્ટે કહ્યું હતું, ‘અભિયોજનની દલીલો માની લેવામાં આવે તો પણ તે સ્પષ્ટ છે કે ઘટનાસ્થળે હજારો પ્રદર્શનકારીઓ હતા. એવામાં શક્ય છે કે ડ્રાઈવરે બચવા માટે ગાડી ભગાવી અને આ ઘટના ઘટી.’ ચર્ચા દરમિયાન કહેવામાં આવ્યું કે, SIT એવો કોઈ સાક્ષી રજૂ ન કરી શક્યા કે જેનાથી પુરવાર થઈ શકે કે ગાડી ચઢાવવા માટે ઉશ્કેરવામાં આવ્યા હોય. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).