Home News ડિસેમ્બર- 2019 સુધીમાં જીપીએસસીના વિવિધ વિભાગોમાં 4617 ઉમેદવારોની ભરતી કરાશે

ડિસેમ્બર- 2019 સુધીમાં જીપીએસસીના વિવિધ વિભાગોમાં 4617 ઉમેદવારોની ભરતી કરાશે

15મી જુલાઈથી 16 વિભાગો માટે ઓનલાઇન અરજી કરી શકાશે
તબક્કાવાર ભરતી માટેના ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ નક્કી કરાઇ
પહેલી પ્રાથમિક કસોટી ઓએમઆર સીટ આધારીત રહેશે

Face Of Nation:અમદાવાદ: સરકારની વિવિધ ખાલી જગ્યાઓ પર યોગ્ય ઉમેદવારોને પસંદ કરવાનું કામ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જીપીએસસી દર વર્ષે વર્ગ-1-2-3 માટેની ભરતી પ્રક્રિયાનું આયોજન કરે છે. ડિસેમ્બર- 2019 સુધીમાં જીપીએસસી વિવિધ વિભાગોમાં 4617 ઉમેદવારોની ભરતી કરશે. તબક્કાવાર ભરતી માટેના ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ નક્કી કરાઇ છે. 15 જુલાઇએ બીજા તબક્કામાં 16 વિભાગોની ખાલી રહેલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ઓનલાઇન શરુ થશે. ઉમેદવારો જીપીએસીની સાઇટ પર જઇને ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. પરીક્ષા માટે પહેલી પ્રાથમિક કસોટી ઓએમઆર સીટ આધારીત રહેશે.

પહેલીવાર કમ્પ્યુટરાઇઝ્ડ માર્કિંગ સિસ્ટમ અમલી કરાઈ

આ ભરતીથી પહેલીવાર કમ્પ્યુટરાઇઝ્ડ માર્કિંગ સિસ્ટમને અમલી કરાઈ છે. આ પદ્ધતિમાં ઉમેદવારનો ઇન્ટરવ્યુ પૂરો થયા પછી પસંદગી સમિતિના સભ્યો ચર્ચા કરી ત્યાં જ સમિતિના સભ્યો સહમતિથી રજિસ્ટર અને ઓનલાઇન માર્ક્સની એન્ટ્રી કરે છે. ઇન્ટરવ્યુ પૂરો થયા બાદ માત્ર અધિકૃત વ્યક્તિ જ સોફ્ટવેરમાં લોગઇન કરીને સર્વરમાંથી સીધા માર્ક્સ જાણી શકે છે.

આ 16 વિભાગોની 181 જગ્યા પર 15મીથી ફોર્મ ભરી શકાશે

જગ્યાનો પ્રકાર ભરતીની જગ્યા
ગુજરાતી મુલ્કી સેવા વર્ગ-1 100
મદદનીશ કમિશનર વર્ગ -1 07
હિસાબી અધિકારી વર્ગ – 1 12
આચાર્ય, સરકારી હોમિયોપેથિક કોલેજ 01
નાયબ નિયામક પુરાતત્વ વર્ગ-1 02
કેમિસ્ટ વર્ગ -1 02
અધિક્ષક પુરાતત્વ વિદ 05
બાગાયત અધિકારી 61

જગ્યાનો પ્રકાર ભરતીની જગ્યા
ખેતી ઇજનેર વર્ગ -2 03
ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફિસર વર્ગ -2 07
મદદનીશ નિયામક વર્ગ – 2 05
આચાર્ય વર્ગ -2 01
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વર્ગ-2 02
બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ-2 02
પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-2 43
આઈસીટી ઓફિસર 31