Home World રાષ્ટ્રપતિ ચૂંટણી: ફ્રાન્સનો ‘તાજ કોના સિરે’; મેક્રોન આગળ, મરીનનો માર્ગ મુશ્કેલીભર્યો લાગી...

રાષ્ટ્રપતિ ચૂંટણી: ફ્રાન્સનો ‘તાજ કોના સિરે’; મેક્રોન આગળ, મરીનનો માર્ગ મુશ્કેલીભર્યો લાગી રહ્યો છે, આવતીકાલે આવશે પરિણામ!

Face Of Nation 25-04-2022 : ફ્રાન્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે અંતિમ તબક્કાનું મતદાન છે. અહીં ઈમેન્યુઅલ મેક્રોન અને મરીન લે પેન વચ્ચે મુકાબલો છે. પરિણામ સોમવારે આવશે. 2017માં પણ આ બંને ઉમેદવારો વચ્ચે મુકાબલો હતો. તે સમયે મેક્રોન મરિનને હરાવીને રાષ્ટ્રપતિ બન્યા હતા. 2017માં ફ્રાન્સની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઈમેન્યુઅલ મેક્રોનને 24 ટકા મુસ્લિમોનું સમર્થન મળ્યું હતું, જ્યારે આ વર્ષે તે ઘટીને 14 ટકા થઈ ગયું છે.
બંનેમાંથી એક પસંદ કરવાનું ઘણું મુશ્કેલ
રવિવારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બીજા અને નિર્ણાયક મતદાનમાં પણ આ પરિબળ જોવા મળશે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગત વખતની જેમ આ વખતે પણ તેમનો મુકાબલો મરીન લે પેન સામે છે. મેક્રોન અને મેરિન લે પેન વિશે મુસ્લિમોમાં સ્પષ્ટ છે કે જો તેમને આ બંનેમાંથી એક પસંદ કરવાનું હોય તો તે ઘણું મુશ્કેલ છે. બીજીતરફ ગઈ ચૂંટણીમાં મેક્રોનને સમર્થન આપનારા મુસ્લિમ મતદારોમાં આ વખતે ભારે નારાજગી છે. આવી સ્થિતિમાં ત્રીજો મોટો ચહેરો જીન લ્યુક મેલનચોન ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી શકે છે. જીન ડાબેરી છે અને ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં 70% મુસ્લિમોએ તેને મત આપ્યો છે.
મેક્રોન-મેરિન લે પેન વચ્ચે જોરદાર ટક્કર
ખરેખર, રશિયા-યુક્રેન યુદ્ધમાં મેક્રોન ખુલ્લેઆમ યુક્રેનને સમર્થન આપી રહ્યા છે. સાથે જ તે હિજાબ અને મુસ્લિમ શરણાર્થીઓને આશરો આપવાના મામલે પણ એકદમ સંયમિત છે. તેમણે તેને ફ્રેન્ચ મૂલ્ય ગણાવ્યું છે. ટીવી ડિબેટમાં મુસ્લિમો પ્રત્યે મરિનનું કટ્ટર વલણ કોઈને પસંદ નથી પડી રહ્યું. ગત ચૂંટણીની સરખામણીમાં મરીન આ વખતે મેક્રોને ટક્કર આપે તેવું લાગે છે. આ વખતે ડિબેટમાં મરીન શરૂઆતથી જ તૈયાર દેખાઈ હતી. તેણે મેક્રોન પર ઘણા આરોપો લગાવ્યા હતા.
ઈમેન્યુઅલ મેક્રોન રેસમાં આગળ
એક તરફ, મેક્રોનના રશિયા વિરોધી વલણને ફ્રેન્ચ જનતાનું સમર્થન મળી રહ્યું છે. તે રેસમાં આગળ હોય તેવું લાગે છે, જ્યારે મરીન લે પેનનું રાષ્ટ્રવાદી વલણ ફીક્કું પડી રહ્યું છે. જો મેક્રોન બીજી ટર્મ જીતીને રાષ્ટ્રપતિ બને છે, તો તે આવું કરનાર બીજા રાષ્ટ્રપતિ હશે.
મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ફ્રાન્સ છે
આ વખતે તેમણે મતનો તફાવત પણ ઓછો કર્યો છે. જો કે, તેમની પાર્ટીની નેશનલ રેલીને રશિયન બેંકમાંથી લોન મળ્યા બાદ મારિન ઘેરાઈ ગઈ છે. મરીને ચૂંટણી જીતવા પર મુસ્લિમ મહિલાઓને હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવાનું વચન આપ્યું છે. મેક્રોને તેનો વિરોધ કર્યો હતો. કહ્યું- આમ કરવાથી દેશમાં ગૃહયુદ્ધ ફાટી નીકળશે. પશ્ચિમ યુરોપમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ફ્રાન્સમાં છે. આવા નિર્ણયો દેશને ગૃહયુદ્ધ તરફ ધકેલશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).