Face Of Nation 25-04-2022 : કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પાર્ટી સામે સખત નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. ત્યાર બાદ ભાજપની પણ પ્રશંસા કરી રહ્યા છે, જેને પગલે તેમની કોંગ્રેસ છોડવાની અને ભાજપમાં જોડાવાની અટકળો તેજ બની ગઈ છે. 23મી એપ્રિલે વ્હોટ્સએપ DP બદલ્યા બાદ આજે ફરી DP બદલ્યું છે અને કેસરી ખેસ સાથેનો ફોટો મૂક્યો છે.
ભાજપની લીડરશિપની પ્રશંસા કરી હતી
હાર્દિક પટેલે એક ખાનગી ચેનલમાં આપેલા ઇન્ટરવ્યુમાં ભાજપની લીડરશિપ અંગે કહ્યું હતું કે હું તેમની સારી બાબતને સ્વીકારું છું. તેમણે કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી, રામમંદિર બનાવડાવ્યું, એને મેં સ્વીકાર્યું હતું અને તેમનાં આ પગલાંને બિરદાવું છું. સારું કામ થતું હોય તો એની પ્રશંસા કરવી જોઇએ અને સ્વીકારવું જોઇએ. હું સત્તાના પ્રેમમાં આ વાત નથી કરતો. જ્યારે હિન્દુવાદી પાર્ટી જોઇન કરવા અંગે કહ્યું હતું કે રાજ્યમાં મારાથી મોટો હિન્દુવાદી કોઇ રાજકારણી નહીં હોય. મારા ઘરે ભગવાન રામની મોટી મૂર્તિ છે, તેની હું રોજ પૂજા કરું છું. મારા પિતાની પુણ્યતિથિએ 4000 ગીતાનું વિતરણ કરીશ. હાર્દિકને કોઇ હિન્દુવિરોધી નહીં ચિતરી શકે જેવું બીજા યુવાન નેતાઓ માટે થયું હશે.
કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી હતી
11 દિવસ પહેલાં એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં હાર્દિક પટેલ પાર્ટીથી નારાજ હોવાનો અને રાહુલ ગાંધી સુધી પોતાની ફરિયાદ કર્યાનું જણાવ્યું હતું. જોકે તેની ફરિયાદને ગંભીરતાથી ન લેતાં પાર્ટી છોડે તેવા સંકેત આપ્યા હતા. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે મને એટલો હેરાન કરવામાં આવે છે કે એ મને બહુ ખરાબ અનુભવાય છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે કે હું પાર્ટી છોડી દઉં. મને દુઃખ છે કે રાહુલ ગાંધીને ઘણીવાર પરિસ્થિતિની જાણ કરી, પરંતુ કોઈ પગલાં લેવાયાં નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).