Face Of Nation 25-04-2022 : અમદાવાદમ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારને લઇને વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ અને પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભ્રષ્ટાચારના આક્ષેપો અને લઈ અને અને વિપક્ષના કોર્પોરેટરો આમને-સામને આવી ગયા હતા. ત્યારે કોંગ્રેસ અને ભાજપના સભ્યોએ નારા લગાવતા મામલો ઉગ્ર બન્યો હતો. અમદાવાદ શહેરમાં પાણીની સમસ્યા અને રોગચાળાને લઈ અને આજે કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જે બાદ બંને પક્ષો વચ્ચે ધક્કામુક્કી અને ઝપાઝપી થઈ હતી.
ભાસ્કર ભટ્ટ-શહેઝાદ પઠાણ વચ્ચે બોલાચાલી
સામાન્ય સભા દરમ્યાન શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ વચ્ચે EWS આવાસ યોજનાના મકાનોમાં ચાલતાં ભ્રષ્ટાચારને પગલે આમને સામને બોલાચાલી થઈ હતી. ભાસ્કર ભટ્ટે સભા શરૂ થતાં જ વિપક્ષના નેતાએ EWS આવાસ યોજનાના મકાનમાં ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈ અને ભાસ્કર ભટ્ટ તેમજ શહેઝાદ પઠાણ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં ભટ્ટે માંગણી કરી હતી કે, વિપક્ષના નેતાને એક અથવા બે બોર્ડ માટે સસ્પેન્ડ કરવામાં આવે. ત્યારે વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, તેમને સસ્પેન્ડ કરવા જોઈએ કારણકે તમે ભ્રષ્ટાચાર કરો છો અને તમે બોર્ડ બંધ કરાવવાની વાત કરો છો.
ભાજપની મહિલા કોર્પોરેટરો સામે હાથાપાઈ
વિપક્ષના નેતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, 15 વર્ષથી તમે લૂંટફાટ મચાવી છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને ભ્રષ્ટાચાર કરો છો. પક્ષના નેતા ભાસ્કર ભટ્ટે કહ્યું હતું કે, હું બિલ્ડર છું મને બધી ખબર છે, તો સામે વિપક્ષના નેતાએ પણ કહ્યું હતું કે, હું પણ બિલ્ડર છું. ભ્રષ્ટાચારના આક્ષેપ મુદ્દે શાસક પક્ષના નેતા અને વિપક્ષના નેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો આમને સામને આવી જતા હાથાપાઈ થઇ હતી. મેયરના ડાયસ તરફ જ્યારે કોંગ્રેસના કોર્પોરેટરો ધસી જાય ત્યારે ભાજપના કોર્પોરેટરો ડાયસ તરફ દોડી ગયા હતા અને ધક્કામુક્કી કરી અને કોંગ્રેસના કોર્પોરેટરોને નીચે ધકેલ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર રમીલાબેન આક્ષેપ કર્યો હતો કે, ભાજપની મહિલા કોર્પોરેટરો દ્વારા તેમના સાથે હાથાપાઈ કરવામાં આવી હતી. ઉગ્ર બોલાચાલી ને પગલે પરમારે બોર્ડ માં તમામ કામો મંજૂર કરી અને સામાન્ય સભાને બરખાસ્ત કરી હતી.
77 જેટલા સેમ્પલ અનફિટ જાહેર થયા
અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ગરમી વધી રહી છે. જેની સાથે પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. એપ્રિલ મહિનામાં માત્ર 9 દિવસમાં ઝાડા ઉલ્ટીના કેસો 205 નોંધાયા છે. કમળા અને ટાઇફોઇડના કેસોમાં પણ વધારો થયો છે. પૂર્વ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમા 77 જેટલા સેમ્પલ અનફિટ જાહેર થયા છે. જેમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં સેમ્પલ અનફિટ નોંધાયા છે. આગામી દિવસોમાં પણ ગરમીને ધ્યાનમાં રાખીને પાણીજન્ય રોગોમાં વધારો થઈ શકે છે.
વિવિધ વિસ્તારમાંથી 3489 પાણીના સેમ્પલ લેવાયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી 3489 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 77 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે.
આઠ મહિનાથી સોનોગ્રાફી મશીન જ બંધ
ગોમતીપુર વોર્ડમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં ગોમતીપુર ઉપરાંત રાજપુર,અમરાઈવાડી અને રખિયાલ વિસ્તારમાંથી ગાયનેક,મેડીકલ સહિતના અન્ય રોગના રોજ અંદાજે 500થી વધુ દર્દીઓ સારવાર લેવા આવે છે.વોર્ડના કોર્પોરેટર ઈકબાલ શેખે આપેલી પ્રતિક્રીયા મુજબ, જે દર્દીઓ આવે છે એ પૈકી ઘણા દર્દીઓને સંપૂર્ણ નિદાન માટે સોનોગ્રાફી કરાવવાની જરુર પડતી હોય છે. પરંતુ આઠ મહિનાથી અહીંનું સોનોગ્રાફી મશીન બંધ હાલતમાં છે.આ મશીન વોરન્ટી પીરીયડમાં આવતુ હોવાથી સત્તાવાળાઓ દ્વારા વારંવાર કંપની સમક્ષ રજૂઆત કરવા છતાં ટેકનિશિયન આવતા નથી. આ કારણથી દર્દીઓને હાલાકી પડી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat પ્રજા સેવકો બાખડ્યાં; અમદાવાદ AMCની સામાન્ય સભામાં હોબાળો, દૂષિત પાણી મુદ્દે કોંગ્રેસનું...