Face Of Nation 25-04-2022 : ગુજરાતના રાજકારણમાં વિધાનસભા ચૂંટણી પુર્વે અનેક ફેરફારોના સંકેત છે અને તેમાં એક તરફ રાષ્ટ્રીય કક્ષાએ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં એન્ટ્રી નિશ્ચિત થઈ ગઈ છે તો બીજી તરફ ગુજરાતમાં પાટીદાર નેતા નરેશ પટેલ પણ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં કોંગ્રેસમાં ભળી શકે છે, પરંતુ આ અંગે રાજકોટમાં પાટીદાર અગ્રણી રમેશ ટીલાળાએ મીડિયાને જણાવ્યું હતું કે, નરેશ પટેલે રાજકારણમાં જોડાવવું ન જોઇએ તેવું સર્વેમાં સામે આવ્યું છે. ત્યારે હવે જોવાનું રહેશે કે નરેશ પટેલ સમાજના આ નિર્ણયને સ્વીકારે છે કે નહી.
આગામી 27મી એપ્રિલે અમારી બેઠક યોજાશે
વધુમાં રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, આજે અમે ખોડલધામ અલગ અલગ પ્રોજેકટની સમીક્ષા માટે બેઠકમાં ચર્ચા કરવાના હતા પરંતુ જૂનાગઢ, અમદાવાદ અને ભાવનગર સભ્ય હાજર ન રહેતા બેઠક રદ કરી છે. હવે આગામી 27 એપ્રિલે અમારી બેઠક યોજાશે. કોરાના કારણે મોકૂફ કરેલ મહાસભા ટૂંક સમયમાં મળશે. જેમાં પાટીદાર સમાજના લાખો લોકો ઉપસ્થિત રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Politics ખોડલધામનો સર્વે, સમાજ કે રાજકારણ; ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ આપ્યું નિવેદન; નરેશ...