https://youtu.be/JxYouNL6o7Q
Face Of Nation 25-04-2022 : વડગામના એમ.એલ.એ. જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી છે. ત્યારે જીગ્નેશ મેવાણીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જીગ્નેશભાઈ મેવાણી બે પોલીસકર્મી વચ્ચે ગાડીમાં બેઠાં બેઠાં સાઉથની ફિલ્મ ‘પુષ્પા’ સ્ટાઇલમાં ‘મૈં ઝુકેગા નહીં’ જેવી એક્શન કરે છે. બીજીતરફ થોડા દિવસ અગાઉ વડગામના MLA જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી હતી. મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી મોડી રાતે 11.30 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી ધરપકડ કર્યા બાદ જીગ્નેશભાઈ મેવાણીને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે રજૂ કરાયા હતા. જે બાદ આસામ પોલીસ તેમને લઈને અમદાવાદ એરપોર્ટથી આસામ લઈ ગઇ હતી.
કોર્ટે 3 દિવસના રિમાંડ મંજૂર કર્યા
જીગ્નેશભાઈ મેવાણીએ ટ્વીટ કરવા બાબતે આસામમાં ફરિયાદના આધારે ધરપકડ થઇ હતી. ત્યારે પાલનપુર સર્કિટ હાઉસમાંથી મેવાણીને લઇ જતી વખતે પોલીસની ગાડીમાં સ્ટાઇલ કરતો વીડિયો સામે આવ્યો છે. જેમાં જીગ્નેશ મેવાણી બે પોલીસ કર્મચારીઓ વચ્ચે બેઠા બેઠા સાઉથની ફિલ્મ ‘પુષ્પા’માં અલ્લુ અર્જુન જેમ સ્ટાઇલ કરે છે તેમ જીગ્નેશ મેવાણી ‘મૈં ઝુકેગાં નહીં’ જેવી એક્શન કરે છે. જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કર્યા બાદ આસામના જિલ્લા મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામે હાજર કરાયા હતા. પોલીસે 14 દિવસના રિમાંડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે 3 દિવસના રિમાંડ મંજૂર કર્યા હતા. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને આસામની કોકરાજાર જિલ્લાની કોર્ટે જામીન આપ્યા છે એમ સમાચાર સંસ્થા એએનઆઈનો અહેવાલ જણાવે છે. એએનઆઈ વકીલ જિજ્ઞેશ મેવાણીના વકીલ અંશુમન ખુરાનાને ટાંકીને જણાવે છે કે અદાલતે જામીન આપ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).