Face Of Nation 25-04-2022 : વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા થકી સારાં કામોને બદલે ફ્રોડ, છેતરપિંડીના કિસ્સા ભારતમાં વઘતા જોવા મળી રહ્યા હોવાથી અનેક સવાલો ઊભા થયા છે. એવા સમયે ફેસબુક થકી એકબીજાના પરિચયમાં આવેલા તાલાલા ગીર પંથકના યુવાનને પ્રથમ અમેરિકા સ્થિત યુવતી સાથે ફ્રેન્ડશિપ થયા પછી વર્ચ્યુઅલી વાતચીતોમાં બંને વચ્ચેની મિત્રતા પ્રેમમાં અને બાદમાં દાંપત્ય જીવનમાં પરિણમી છે. અમેરિકાની યુવતી એલિઝાબેથે ગીરના યુવકના પ્રેમમાં પડ્યા બાદ હિન્દુ વિધિ-રિવાજ મુજબ લગ્ન કરવા તાજેતરમાં અહીં આવી હરખભેર હાથમાં મહેંદી રચી લગ્ન પણ કર્યા છે.
ભાગ્યમાં લખેલો જીવનસાથી સાત સમંદર પાર
કહેવાય છે કે વિધિના લેખ કોઈ બદલી શકતું નથી, એમ ભગવાને ભાગ્યમાં લખેલો જીવનસાથી સાત સમંદર પાર હોય તો પણ કોઈ ને કોઈ રીતે એનો મિલાપ થઇ જ જાય છે. આ કહેવતને સાર્થક કરતો એક મિત્રતા પ્રેમમાં પરિણમી દાંપત્ય જીવન સુધી પહોંચ્યાનો કિસ્સો ગીર પંથકમાંથી સામે આવ્યો છે. તાલાલા ગીરમાં રહેતા યુવક બલદેવ ભેટારિયા આહીરે ફેસબુક સાઇટ થકી અમેરિકા સ્થિત યુવતી સાથે તાજેતરમાં લગ્ન કર્યા છે.
યુવકે પણ લંડન જઇને એમબીએનો અભ્યાસ કર્યો
પોતાની કહાની જણાવતાં બલદેવ આહીરે જણાવ્યું હતું કે તેમણે બીએસસી અને બાદમાં લંડન જઇને એમબીએનો અભ્યાસ કર્યો છે. 2014માં લંડનથી પરત સ્વદેશ આવ્યા બાદ તેઓ અહીં જોબ કન્સલ્ટન્સીનો વ્યવસાય કરે છે. તેમણે 2019ની સાલમાં ફેસબુક સાઇટ પર સર્ચ દરમિયાન અમેરિકા સ્થિત એલિઝાબેથ નામની યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જે ઘણા દિવસો બાદ રિકવેસ્ટ એકસેપ્ટ થતાં તેમણે મેસેન્જરમાં મેસેજ કર્યો હતો, જેનો રિપ્લાય આવતાં તેઓ વચ્ચે સામાન્ય વાતચીતનો દૌર શરૂ થયો હતો. દરમિયાન એક વખત બલદેવે યુવતી પાસે તેનો વ્હોટ્સએપ નંબર માગતાં તેઓ બંનેએ એકબીજાને નંબર આપ્યા હતા.
એલિઝાબેથે હિન્દુ વિધિ મુજબ લગ્ન કરવાની વિનંતી કરી
બલદેવે વધુમાં જણાવ્યું હતું કે બાદમાં તેઓ બંનેએ પોતપોતાનાં પરિવારજનોને વાત કરી હતી. ત્યાર બાદ એક વખત એલિઝાબેથે તેના ભાઇ અને બહેન સાથે બલદેવની વાત કરાવી હતી, જે સકારાત્મક રહી હોવાથી તેનાં પરિવારજનો પ્રભાવિત થયાં હતાં. બાદમાં એલિઝાબેથે તેમની સાથે લગ્ન કરવાનું નક્કી કરી અત્રે ભારત આવવાની વાત કરી હતી, જેને તેમણે સ્વીકારતાં પ્રથમ નિયમ મુજબ તેઓ બંનેએ સિવિલ મેરેજ કર્યા હતા. બાદમાં એલિઝાબેથે ત્યાં આવી હિન્દુ વિધિ મુજબ લગ્ન કરવાની આગ્રહભરી વિનંતી કરી હતી, જેને પણ સહજતાથી સ્વીકારી તેમણે ગીર ખાતે થોડા સમય પૂર્વે બંનેએ હિન્દુ સંસ્કૃતિ મુજબ વિધિ-વિધાનથી લગ્ન કર્યાં હતાં.
છેવટે બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમી
વધુમાં યુવક બલદેવ આહીરે જણાવ્યું હતું કે તેઓ બંનેએ પોતાની પ્રેમની લાગણી વ્યક્ત કરી હતી. ત્યાર બાદ તેમણે માતા તથા બહેનને તેમની પ્રેમ કહાનીની સંપૂર્ણ વાત કરી હતી. જેથી તેમનાં પરિવારજનોએ એલિઝાબેથ સાથે વાતચીત કરી ત્યારે તેમણે પ્રભાવિત થઇ લગ્ન કરવાની સહમતી આપી હતી. તેમની મિત્રતા પ્રેમ સુધી પહોંચી અને ત્યાંથી દાંપત્ય જીવન સુઘી પહોંચવામાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Religion ‘FB’ પરનો પ્રેમ દાંપત્યજીવનમાં પરિણમ્યો; ફેસબુકથી મળેલા ગીર સોમનાથના યુવક સાથે પ્રભુતામાં...