Home Uncategorized હવામાન વિભાગે દેશના 17 રાજ્યોમાં આગામી 3-4 દિવસમાં ભારે વરસાદ થવાની આપી...

હવામાન વિભાગે દેશના 17 રાજ્યોમાં આગામી 3-4 દિવસમાં ભારે વરસાદ થવાની આપી આગાહી

ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાનમાં ભારે વરસાદ
નાસિકમાં 24 કલાકમાં 17 સેમીથી વધારે વરસાદ થયો, અરબ સાગરમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે
હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં 24 કલાકમાં ચોમાસું પહોંચશે

Face Of Nation:નવી દિલ્હી: હવામાન વિભાગે દેશના 17 રાજ્યોમાં આગામી 3-4 દિવસમાં ભારે વરસાદ થવાની ચેતવણી આપી છે. આ દરમિયાન ઉત્તર-પૂર્વી, દક્ષિણ અને પશ્ચિમ દરિયા કિનારે પણ ભારે વરસાદ થવાની આગાહી છે. અરબ સાગરમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. જેનાથી કર્ણાટકના દરિયા કિનારામાં ઉંચા મોજા ઉછળવાની શક્યતા. કરેળ, લક્ષદ્વીપમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

શનિવારે અને રવિવારે પૂર્વ રાજસ્થાન, ગુજરાત, ગોવા, મહારાષ્ટ્રમાં સારો વરસાદ થયો હતો. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સતત વરસાદના કારણે 14 જળાશયોમાં પાણી ભરાઈ ગયા છે. નાસિકમાં 24 કલાકમાં 17 સેમી કરતા વધારે વરસાદ થયો છે. ગોદાવરી નદી કિનારે 250 પરિવારોને સુરક્ષીત જગ્યા પર સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. ગુજરાતના વલસાડમાં ભારે વરસાદ થયો હતો.

37 દિવસમાં દેશમાં સામાન્ય કરતાં 21% ઓછો વરસાદ

અત્યાર સુધી 20 રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો
1 જૂનથી 7 જુલાઈ સુધી દેશમાં 179 મિમી વરસાદ થયો
અત્યાર સુધી સામાન્ય વરસાદ 225.4 મિમી થવો જોઈતો હતો
અત્યાર સુધી 20 રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે
8 રાજ્યોમાં સામાન્ય, 4માં વધારે, એકમાં ખૂબ જ વધારે વરસાદ થયો છે
રવિવારે દેશમાં સામાન્ય કરતાં 39% વધારે વરસાદ થયો
રવિવારે સાંજ સુધીમાં દેશમાં 12.1 મિમી વરસાદ નોંધવામાં આવ્યો છે. જે સામાન્ય વરસાદ (8.7 મિમી) કરતાં 39% વધારે છે. રવિવારે 13 રાજ્યોમાં સામાન્યથી ખૂબ વધારે અને 2 રાજ્યોમાં વધારે વરસાદ નોંધવામાં આવ્યો છે. 6 રાજ્યોમાં સામાન્ય વરસાદ થયો છે. 9 રાજ્યોમાં સામાન્ય કરતાં ખૂબ ઓછો અને 6 રાજ્યોમાં સામાન્યથી થોડો ઓછો વરસાદ નોંધાયો છે.

ઓછા વરસાદના કારણે અત્યાર સુધી 27 ટકા ઘટ્યું ખરીફ પાકનું વાવેતર
કૃષિ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે જૂન અને જુલાઈના પહેલાં સપ્તાહમાં ઓછો વરસાદ થયો હોવાથી ખરીફ પાક ઉપર અસર થઈ છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ખરીફ પાકના વાવેતરમાં 27 ટકાનો ઘટાડો નોંઘવામાં આવ્યો છે. ગયા સપ્તાહ સુધીમાં દેશમાં 234.33 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થઈ ગયું હતું. જ્યારે ગયા વર્ષે આ સમય સુધી દેશમાં 319.68 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થઈ ગયું હતું