Face Of Nation 25-04-2022 : દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું પ્રારંભિક જાહેર ભરણું (IPO) માટે તારીખ નક્કી થઈ ગઈ છે. એટલે કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)નો IPO ચોથી મેના રોજ ખુલશે અને નવમી મે સુધી રોકાણકારો આ જાહેર ભરણામાં શેરો માટે અરજી કરી શકશે. મળતી માહિતી પ્રમાણે LIC બોર્ડે મંગળવારે એક મહત્વની બેઠક યોજાશે, જેમાં LICના IPOને લગતી તારીખને મંજૂરીની મહોલ લાગશે. એટલે કે આ બેઠકમાં સત્તાવાર રીતે જાહેરાત કરાશે.
IPOનું કદ રૂ.21 હજાર કરોડ હશે
અત્રે ઉલ્લેખનીય છે કે દેશની સૌથી મોટી જીવન વીમા કંપનીમાં સરકાર 5 ટકા હિસ્સો વેચવાની યોજના ધરાવતી હતી. જોકે હવે IPO માટે સરકાર 3.5 ટકા શેર જ રજૂ કરશે. IPO માટે LICનું વેલ્યુએશન રૂપિયા 6 લાખ કરોડ છે. આ દ્રષ્ટિએ હવે આ IPOનું કદ રૂપિયા 21,000 કરોડનું હશે. જોકે એક અધિકારીએ કહ્યું છે કે માર્કેટમાં માગ સારી રહેશે તો સરકાર તેને 5 ટકા સુધી વેચી શકે છે. આ વર્ષના 13મી ફેબ્રુઆરીના રોજ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) પાસે રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં સરકારે 31.62 કરોડ શેર રજૂ કરવાની દરખાસ્ત કરી હતી, જે કુલ ઈક્વિટી શેરનો આશરે 5 ટકા જેટલો હિસ્સો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).