Home News પ્રધાનમંત્રી મોદી આવતીકાલે તમામ મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક; જૂન મહિનામાં આવશે ‘કોરોનાની...

પ્રધાનમંત્રી મોદી આવતીકાલે તમામ મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક; જૂન મહિનામાં આવશે ‘કોરોનાની ચોથી લહેર’ : કર્ણાટકના આરોગ્ય મંત્રી સુધાકર

Face Of Nation 26-04-2022 : દેશમાં કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. દેશમાં સતત 7માં દિવસે કોરોનાના 2 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,483 નવા કેસ મળી આવ્યા છે. આ દરમિયાન, કર્ણાટકના આરોગ્ય પ્રધાન કે, સુધાકરે કહ્યું કે જૂનના અંત સુધીમાં કોરોનાની ચોથી લહેર તેની પીક પર હોઈ શકે છે. IIT કાનપુરના અભ્યાસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તેની અસર ઓક્ટોબર સુધી રહેશે. આને ધ્યાનમાં રાખીને, કર્ણાટક સરકારે રાજ્યમાં ફેસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. તો બીજીતરફ દેશમાં કોરોનાના વધી રહેલા કેસોને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે બપોરે 12 વાગ્યે તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરશે. દેશમાં છેલ્લા એક સપ્તાહથી સતત બે હજારથી વધુ નવા દર્દીઓ સામે આવી રહ્યા છે. સૌથી મોટી ચિંતા દિલ્હીની છે, જ્યાં દરરોજ 1,000થી વધુ કેસ મળી રહ્યા છે.
રિકવરી કેસોની સંખ્યા 1,970
દેશમાં કોરોનાના એક્ટિવ કેસ વધીને 15,636 થઈ ગયા છે, જ્યારે પોઝિટિવિટી દર ઘટીને 0.55% પર આવી ગયો છે. બીજી તરફ, IIT મદ્રાસમાં કોરોનાના 32 નવા કેસ મળ્યા બાદ કુલ સંખ્યા 111 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રિકવરી કેસની સંખ્યા 1,970 છે. આ પછી, દેશમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,25,23,311 થઈ ગઈ છે. રિકવરી દર 98.75% છે. ICMR અનુસાર, આવતીકાલે ભારતમાં કોરોના માટે 4,49,197સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 83,54,69,014 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ઓમિક્રોન વેરિયન્ટ પર કોવિશિલ્ડની બહુ ઓછી અસર
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોવિડશિલ્ડ વેક્સિન કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ સામે પણ નબળી છે. અભ્યાસમાં જણાવાયું છે કે ઓમિક્રોનના BA.1 વેરિયન્ટ પર કોવિશિલ્ડ વેક્સિનની અસર ઘણી ઓછી હતી. આ અભ્યાસમાં એવા દર્દીઓ સામેલ હતા જેમણે કોરોનાની કોવિડશિલ્ડ વેક્સિનના બંને ડોઝ લીધા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).