https://youtu.be/uLtygk6mVgw
Face Of Nation 27-04-2022 : રાજદ્રોહના આરોપમાં ધરપકડ થયેલી અમરાવતીની અપક્ષ સાંસદ નવનીત રાણાએ આરોપ લગાવ્યો હતો કે ધરપકડ પછી તેમને આખી રાત પાણી પણ આપ્યું ન હતું. તેમને એવો પણ આરોપ લગાવ્યો હતો કે અનુસૂચિત જાતિ ગણાવીને તેમને રાત્રે વોશરૂમનો ઉપયોગ પણ કરવા દીધો ન હતો. જો કે મંગળવારે મુંબઈ પોલીસ કમિશરે એક વીડિયો જાહેર કરી આ દાવાને ખોટો ગણાવ્યો છે. કમિશનર સંજય પાંડેએ વીડિયોના આધારે દાવો કર્યો કે રાણા દંપતી ધરપકડ પછી પોલીસ સ્ટેશનમાં આરામથી બેઠા હતા. તેમને ચા પણ ઓફર કરવામાં આવી હતી.
જામીન અરજી પર હવે 29મી એપ્રિલે સુનાવણી
રાણા દંપતી પર લગાડવામાં આવેલા રાજદ્રોહના કેસમાં MP/MLA કોર્ટમાં સુનાવણી હવે 29મી એપ્રિલે થશે. બંનેએ રાજદ્રોહની અરજી ફગાવવા અને જામીન આપવાની માગને લઈને અરજી કરી છે. નવનીત રાણાના વકીલ રિઝવાન મર્ચન્ટે કહ્યું- આજે કોર્ટની પાસે ઘણાં કેસ પેન્ડિંગ હતા, જે બાદ તેમના આગ્રહ પર અમે તે વાત પર રાજી થઈ ગયા કે જામીન અરજી પર 29 એપ્રિલે સુનાવણી થશે.
ભાજપના નેતા કિરીટ સોમૈયાની FIR ન નોંધાઈ
આ વચ્ચે પોતાના પર થયેલા હુમલામાં પોલીસ વિરૂદ્ધ FIR નોંધાવવા ભાજપના નેતા કિરીટ સોમૈયા મુંબઈના ખાર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જો કે લગભગ એક કલાક પોલીસ સ્ટેશનમાં વિતાવ્યો હોવા છતા તેમની FIR નોંધવામાં આવી ન હતી. તેમનો આરોપ છે કે મુંબઈ પોલીસ એક ફેક FIRની કોપી મીડિયામાં સર્ક્યુલેટ કરી રહી છે. આ દરમિયાન સોમૈયાએ કહ્યું કે તેમના વિરૂદ્ધ જે હુમલો થયો તેની પટકથા ‘માતોશ્રી’માં લખવામાં આવી હતી.
છઠ્ઠી મે સુધી જેલમાં જ રહેશે રાણા દંપતી
આ પહેલા હોલિડે કોર્ટે તેમની જામીન અરજી પર તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કરતા 29 એપ્રિલ તારીખ નક્કી કરી હતી. મંગળવારે અરજી ફગાવવામાં આવ્યા બાદ તેમની પાસે બોમ્બે હાઈકોર્ટ વિકલ્પ છે. કોર્ટના આદેશ પછી છઠ્ઠી મે સુધી નવનીત રાણા મુંબઈના ભાયખલા જેલમાં અને રવિ રાણા નવી મુંબઈની તલોજા જેલમાં રહેશે. રાણા દંપતીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી, જે બાદ તેમની ધરપકડ થઈ છે.
ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર પાસે માગ્યો રિપોર્ટ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે. રાણા દંપતીની ધરપકડ પછી ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યના DGP અને મુખ્ય સચિવને પત્ર લખીને નવનીત રાણા કેસમાં સંપૂર્ણ જાણકારી માગવામાં આવી છે. ખાર પોલીસ સ્ટેશનમાં રાણા દંપતી સાથે થયેલા અમાનવીય વ્યવહાર પર એક તથાત્મક રિપોર્ટ માગવામાં આવ્યો છે. લોકસભા વિશેષાધિકાર અને આચાર સમિતિએ MHA પહેલા એક રિપોર્ટ માગવાનું કહ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).