Home World USના ઉપરાષ્ટ્રપતિ ‘કમલા હેરિસ કોરોના’ પોઝિટિવ આવ્યા, કોરોના વાઈરસના કોઈ લક્ષણો નથી!

USના ઉપરાષ્ટ્રપતિ ‘કમલા હેરિસ કોરોના’ પોઝિટિવ આવ્યા, કોરોના વાઈરસના કોઈ લક્ષણો નથી!

Face Of Nation 27-04-2022 : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના પોઝિટિવ આવ્યા છે. કમલા હેરિસ પોઝિટિવ હોવાની જાણકારી અમેરિકી મીડિયાના હવાલાથી સામે આવી છે. કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કમલા હેરિસે ખુદને ક્વોરેન્ટાઈન કરી લીધા છે. ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. કમલા હેરિસમાં કોરોનાના ગંભીર લક્ષણ જોવા મળ્યા નથી. પરંતુ હજુ સુધી વધુ જાણકારી સામે આવી નથી. અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસ તરફથી આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડેન કમલા હેરિસના સંપર્કમાં આવ્યા નથી, તેથી તે સુરક્ષિત છે. પરંતુ સાવચેતી રાખવામાં આવી રહી છે. વ્હાઇટ હાઉસે છેલ્લા કેટલાક દિવસમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જે લોકોને મળ્યા છે તે બધાને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).