Face Of Nation 27-04-2022 : લાખો પરેશાન લોકો વચ્ચે હું પણ અન્નના એક-એક દાણા માટે ચિંતિત છું, પરેશાન છું, ઝઝૂમી રહ્યો છું. આજે લોકડાઉનને 26 દિવસ થઇ ગયા, બિલ્ડિંગના 8મા માળે એક રૂમના ફ્લેટમાં ગર્લફ્રેન્ડ સાથે છું. કચરો ફેંકવા માટે પણ બહાર નથી જઇ શકતો. લૉકડાઉનની શરૂઆતમાં પાણીના 20 લિટરના 6 કેન મંગાવ્યાં હતાં, પછી ડિલિવરી પર રોક લાગી ગઇ. જ્યાં નળનું પાણી પીવાલાયક ન હોય ત્યાં આ કેટલું મોટું સંકટ છે? શાંઘાઇનાં 2.5 કરોડ ઘરોમાં લોકો આ રીતે જ કેદ છે. કોરોનાને કારણે લૉકડાઉનમાં ચીનની હકીકત એ છે કે, છેલ્લાં એક વર્ષથી એક તરફ કોવિડથી એકેય મોત નહોતું બતાવતું અને બીજી તરફ તેનાં શહેરોમાં લૉકડાઉન હતું.
બિમાર-વૃદ્ધની સારવાર અશક્ય બની
હવે લોકો જ કહી રહ્યા છે કે કોરોનાના આ તબક્કામાં ચીનની જે હાલત થઇ છે તેવી 2 વર્ષમાં ક્યારેય નહોતી. એડમ જણાવે છે કે 3 અઠવાડિયાંમાં તેમને ફળો, શાકભાજી, મીટ, દૂધ અને ઇંડાનાં 2 પેકેટ મળ્યા છે, જેનાથી તેમણે પણ કામ ચલાવ્યું અને 80 વર્ષના પાડોશીને પણ આપ્યું. 36 વર્ષીય લેખક શેન યાંગ કહે છે કે, અમે કોરોના સંક્રમણ અને લૉકડાઉનથી નહીં પણ ભોજનના સંકટથી પરેશાન છીએ. સંક્રમિત થતાં જ અટકાયત જેવી સ્થિતિ છે. બાળકોને તેમનાં માતા-પિતાથી બળજબરીપૂર્વક અલગ કરી દેવાય છે. બીમાર-વૃદ્ધની સારવાર અશક્ય બની ગઇ છે. કોરોના સંક્રમણના ડરથી ડોગ્સને સખત માર મારીને મારી નાખવામાં આવે છે. ડરને કારણે બધાની હાલત ખરાબ છે.
બેજિંગમાં 2 કરોડ લોકોના ટેસ્ટ થશે, શાંઘાઇમાં 52 મોત
બેજિંગમાં 2 કરોડ લોકોના કોરોના ટેસ્ટનો આદેશ કરાયો છે. રિપોર્ટમાં નવા 1,908 કેસ સામે આવ્યા, જેમાંથી 1,661 કેસ એકલા શાંઘાઇમાં નોંધાયા છે. શાંઘાઇમાં કોરોનાથી વધુ 52 લોકોનાં મોત થયાના સમાચાર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).