Home Crime ‘શાહરૂખ ખાન’ને ગુજરાત હાઈકોર્ટની ‘રાહત’; વડોદરા કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર રહેવાથી ‘કિંગ...

‘શાહરૂખ ખાન’ને ગુજરાત હાઈકોર્ટની ‘રાહત’; વડોદરા કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર રહેવાથી ‘કિંગ ખાન’ને મળી મુક્તિ, હાઇકોર્ટે સમન્સ ઓર્ડર કર્યોં રદ!

Face Of Nation 27-04-2022 : ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન સામે ફિલ્મ પ્રમોશન મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે વડોદરા મેજિસ્ટ્રેટ દ્વારા શાહરૂખ ખાનને તેની સામે થયેલ ફરિયાદ સંદર્ભે હાજર થવાના સમન્સને રદ કર્યું છે. જેથી તેને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર રહેવામાંથી મુક્તિ મળી છે. વર્ષ 2017માં વડોદરા રેલવે સ્ટેશન પર રઈસ ફિલ્મના પ્રમોશન મામલે એક વ્યક્તિનું મોત થયું હતું. જે અંગે શાહરુખ ખાન સામે ફરિયાદ નોંધાઈ હતી.
હાઇકોર્ટે મેજિસ્ટ્રેટના સમન્સના હુકમને રદ કર્યો
વડોદરામાં શાહરુખ ખાન સામે થયેલી ફરિયાદ મામલે વડોદરા મેજિસ્ટ્રેટ દ્વારા શાહરૂખને હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જેને લઇને શાહરૂખ ખાને મેજિસ્ટ્રેટના હુકમને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. આ મામલે અરજદારના વકીલે જણાવ્યું કે, ‘ગુજરાત હાઇકોર્ટે મેજિસ્ટ્રેટના સમન્સના હુકમને રદ કર્યો છે’. જેથી શાહરૂખને પ્રત્યક્ષ રીતે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર રહેવામાંથી મુક્તિ મળી છે. આ મામલે અભિનેતા શાહરૂખ ખાન તરફથી સિનિયર એડવોકેટ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે, જેમાં ‘એક વ્યક્તિના મોત થવાનું કારણ સીધી રીતે શાહરુખનું ટ્રેનમાં આવી પ્રમોશન કરવું, તે માની ન શકાય’. વડોદરા રેલવે સ્ટેશન ખાતે 23મી જાન્યુઆરી 2017ના રોજ રાત્રે 10 કલાકે શાહરુખ ખાન મુંબઈથી દિલ્હી જતી ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનમાં ફિલ્મ રઈસના પ્રમોશન માટે આવ્યો હતો. એક્ટર પર કોચ નંબર A-4માં, જ્યાં તેનું બુકીંગ ન હતું, ત્યાંથી પ્રમોશનલ એક્ટીવિટી કરી હોવાનો આરોપ લાગ્યો હતો. તેણે વડોદરામાં થોડો સમય રોકાણ કર્યું હતું. શાહરુખ ખાનના આવવાથી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 6 પર લોકોની ભારે માત્રામાં ભીડ એકઠી થઈ હતી, આ સમયે અભિનેતાએ ટીશર્ટ અને બોલ ટોળામાં ફેંક્યા, બાદમાં અફરાતફરી મચી જતાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે કેટલાક લોકોને ઈજા પણ થઈ હતી. જે મામલે શાહરુખ ખાન સામે ફરિયાદ નોંધાઈ હતી. જે સંદર્ભે વડોદરા મેજિસ્ટ્રેટ દ્વારા અભિનેતાને હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).