Home Uncategorized ‘મમતા’નો પારો છટક્યો; રાજ્યની પોલીસને આદેશ આપ્યો, BSFને આંતરરાષ્ટ્રીય સરહદથી 50 કિ.મી...

‘મમતા’નો પારો છટક્યો; રાજ્યની પોલીસને આદેશ આપ્યો, BSFને આંતરરાષ્ટ્રીય સરહદથી 50 કિ.મી અંદર આવવા દેશો નહીં, તો PMની બેઠકને મમતાએ ‘જ્ઞાન બાંટો’ સેશન ગણાવ્યું!

Face Of Nation 27-04-2022 : બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એક વખત કેન્દ્ર સરકાર સાથે સંઘર્ષમાં ઉતર્યાં છે. તેમણે રાજ્યની પોલીસને આદેશ આપ્યો છે કે તે BSE અધિકારીઓને આંતરરાષ્ટ્રીય બોર્ડરથી 50 કિમી અંદર સુધી કામગીરી કરવા દેવામાં ન આવે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે BSF કાયદામાં સુધારા કરતા બાંગ્લાદેશ અને પાકિસ્તાન બોર્ડરના 15થી 50 કિમી અંદર સુધી BSFનું ન્યાયિક અધિકાર ક્ષેત્ર વધારવામાં આવ્યું હતું. મમતા સરકાર આ નિર્ણયની વિરુદ્ધ હતી. તમામ મુખ્યમંત્રીઓ સાથે PMની બેઠકને મમતાએ ‘જ્ઞાન બાંટો’ સેશન ગણાવ્યું. પેટ્રોલ, ડીઝલની વધતી કિંમતો અંગે PM મોદી દ્વારા જે વાત કરવામાં આવી તે અંગે પ્રશ્નો ઉઠાવવા સાથે તેમણે રાજ્યમાં BSFની કામ પર પ્રશ્ન ઉઠાવ્યા. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અંતર્ગત આવતી BSF ઈન્ટરનેશનલ બોર્ડર પર ગાયોની તસ્કરી કરે છે, પણ તેનો આરોપ બંગાળની પોલીસ પર આવે છે. માટે હું રાજ્ય પોલીસને કહું છું કે BSFને અટકાવવામાં આવે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).