Face Of Nation 27-04-2022 : IPL બાદ શરૂ થતી સાઉથ આફ્રિકા સામેની ટી-20 શ્રેણી અંગે ચર્ચા શરૂ થઇ છે. BCCIના એક અધિકારીએ વિરાટ કોહલીના વર્તમાન ફોર્મ પર ચિંતા દર્શાવી છે અને કહ્યું છે કે BCCI અને પસંદગીકારો માટે હવે આ મહત્વનો વિષય બની ગયો છે. જો કે, હવે એવો સંકેત પણ મળી રહ્યો છે કે સાઉથ આફ્રિકા સામે રમાનારી પાંચ મેચની ટી-20 શ્રેણીમાં વિરાટને આરામ અપાઈ શકે છે.
યુવાનોને તક આપવાની કોશિશ
કમિટીના એક મેમ્બરે કહ્યું છે, આ પ્રથમ વખત નથી જ્યારે કોઈ મોટો ખેલાડી આ પ્રકારના તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. આમ પણ આ શ્રેણી માટે યુવાનોને તક આપવાની કોશિશ છે. એટલે કે સીનિયર ખેલાડીઓને આરામ મળી શકે. વિરાટને આરામ આપવામાં આવશે. પરંતુ જો તેઓ રમવા માગે છે તો અમે વિચાર કરીશુ. પસંદગીકારો મીટીંગ પહેલા તેમની સાથે વાતચીત કરશે.
વિરાટ કોહલીની સતત નિષ્ફળતા
મહત્વનું છે કે, વિરાટ કોહલી આઈપીએલ 2022માં રન માટે તરસી રહ્યાં છે. વિરાટ કોહલી આ સિઝનમાં 9 મેચમાં 128 રન બનાવ્યાં છે. જેમાંથી પાંચ વખત દસનો આંકડો પાર કરી શક્યા નથી. આ સિઝનમાં કોહલીનો સ્કોર 41, 12,5,48,1,12,0,0,9 રહ્યો છે. ભારતીય ટીમ 9મી જૂનથી સાઉથ આફ્રિકા સામે ટી-20 શ્રેણી રમવાની છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ સહિત અન્ય અમુક સીનિયર ખેલાડીઓને આ શ્રેણીમાં આરામ મળી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).