Home Gujarat હસમુખ પટેલનું ટ્વીટ; લોકરક્ષકની લેખિત પરીક્ષાના 2 પ્રશ્નો રદ્દ કરાયાં,હવે સાચા પ્રશ્નના...

હસમુખ પટેલનું ટ્વીટ; લોકરક્ષકની લેખિત પરીક્ષાના 2 પ્રશ્નો રદ્દ કરાયાં,હવે સાચા પ્રશ્નના 1.02 માર્ક્સ મળશે

Face Of Nation 28-04-2022 : થોડાં દિવસ પહેલાં જ લેવાયેલી LRD પરીક્ષામાં બે પ્રશ્નો રદ્દ  કરાયાં છે. આ મામલે લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી છે કે, લોકરક્ષકની લેખિત પરીક્ષામાં બે પશ્નો રદ્દ કરવામાં આવ્યાં છે. જેને લીધે હવે હવે દરેક સાચા પ્રશ્નના 1.02 ગુણ મળશે. તો બીજીતરફ રાજ્યભરના 7 જિલ્લાઓમાં 954 જેટલા કેન્દ્રો પર શારીરિક કસોટી ઉત્તિર્ણ થયેલા 2.95 લાખ ઉમેદવારોની શાંતિપૂર્ણ માહોલમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી. પેપર સરળ પૂછાતા પરીક્ષા આપ્યા બાદ ઉમેદવારોના ચહેરા પર ખુશી જોવા મળી. ઉમેદવારોએ કાયદો અને રેઝનિંગની વધુ તૈયારી કરી હતી, પરંતુ તે અંગેના સવાલ ઓછા હતા, જેની સામે રાજકારણને લગતા સવાલ વધુ હતા. પરીક્ષા દરમિયાન ચોરીની બે ઘટના નોંધાઈ હતી. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પોલીસ અધિકારીઓએ પણ પરીક્ષા કેન્દ્રની કરી મુલાકાત લીધી હતી. સવારથી જ LRDની પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પરીક્ષામાં ચોરીના બે કિસ્સા નોંધાયા હતા
પરીક્ષા પૂરી થયા બાદ લોકરક્ષક દળની ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, લોકરક્ષકની લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. બે ચોરીની ઘટના સિવાય કોઈ ઘટના હજુ સુધી રીપોર્ટ થઈ નથી.
10 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી
જણાવી દઈએ કે, ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).