Face Of Nation 28-04-2022 : પ્રધાનમંત્રી મોદી આજે આસામના પ્રવાસે છે. આ દરમિયાન પ્રધાનમંત્રીએ આસામ માટે 7 નવી કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો અને 6 કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. ડિબ્રુગઢના ખાનિકર મેદાનમાં આયોજિત ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી સાથે મંચ પર દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા પણ હાજર હતા. આ પ્રસંગે ખૂબ જ ભાવુક ભાષણ આપતા ટાટાએ કહ્યું કે હું મારા જીવનના અંતિમ વર્ષો સ્વાસ્થ્યને સમર્પિત કરું છું. અગાઉ ટાટાએ હિન્દી ન બોલવા બદલ માફી પણ માંગી હતી. તેમણે કહ્યું કે, હું જે પણ કહીશ તે મારા દિલમાંથી નીકળશે. ટાટાએ કહ્યું- આસામમાં કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન રાજ્યના ઈતિહાસમાં એક મોટો દિવસ છે. હું મારા જીવનના છેલ્લા વર્ષો આસામને એક ઓળખ આપવા માટે સમર્પિત કરું છું. રાજ્યના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા અને પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ પણ મંચ પર હાજર હતા.
નોર્થ ઈસ્ટમાં કેન્સર એક મોટી સમસ્યા : મોદી
કેન્સર હોસ્પિટલના ઉદ્ધાટન કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આસામ જ નહીં નોર્થ ઈસ્ટમાં કેન્સર એક મોટી સમસ્યા છે. તેનાથી મોટા ભાગે આપણાં ગરીબ અને મિડલ ક્લાસ પરિવાર પ્રભાવિત થતા હોય છે. કેન્સરની સારવાર માટે વર્ષો પહેલા દર્દીને અહીંથી ઘણે દૂર શહેરોમાં જવુ પડતું હતું. તેનાથી પરિવારોને ભારે હાલાંકીનો સામનો કરવો પડતો હતો. તેને દૂર કરવા જે પગલા લેવામાં આવ્યા છે તેના માટે હું સર્વાનંદ સોનોવાલ જી, હેમંતા જી અને ટાટા ટ્રસ્ટની હું પ્રશંસા કરું છું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized પ્રધાનમંત્રીની હાજરીમાં ‘ભાવુક સ્પીચ’ આપતા રતન ટાટાએ કહ્યું- ‘હું મારા જીવનના છેલ્લા...