https://youtu.be/hCxAR9yWoZY
Face Of Nation 28-04-2022 : NCBને મોટી સફળતા મળી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ દિલ્હીના શાહીન બાગમાં એક મોટા ડ્રગ સ્મગલિંગ સિન્ડીકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતીય મૂળના લોકોનો સમાવેશ થયા છે. હકીક્તમાં તે ભારત – અફઘાન સિન્ડીકેટ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ લગભગ 400 કરોડ રૂપિયાનો હેરોઈન જપ્ત કર્યા છે.
નોટ ગણવાનું મશીન પણ મળ્યું, 30 લાખ રોકડા
DDG જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે, ગુપ્ત ઓપરેશન પર કામ કરતી વખતે દિલ્હીના શાહીન બાગ અને જામિયા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવેલા એક ઘરમાંથી 50 કિલોથી વધુ હેરોઈન અને 47 કિલો શંકાસ્પદ માદક દ્રવ્યો મળી આવ્યા છે. તેમજ 30 લાખ રૂપિયા રોકડા અને નોટ ગણવાનું મશીન પણ મળી આવ્યું છે. આ હેરોઈનને ઝાડની ડાળીઓમાં પોલાણ બનાવીને દરિયા અને પાકિસ્તાન બોર્ડર દ્વારા ગુપ્ત રીતે ભારતમાં લાવવામાં આવ્યું હતું. ઉપરાંત NCBને શંકા છે કે રિક્વર કરાયેલી રોકડ પણ હવાલા મારફતે ભારતમાં લાવવામાં આવી છે. હિન્દુસ્તાનમાં આ આંતરરાષ્ટ્રીય સિન્ડીકેટના તાર દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના અલગ-અલગ શહેરો સાથે જોડાયેલા છે. રિક્વર દવાઓના કન્સાઈનમેન્ટ અલગ અલગ જથ્થામાં શણની થેલીઓમાં રાખવામાં આવ્યા હતા. આ સિન્ડીકેટ સાથે સંકળાયેલા એક ભારતીય મૂળના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય શહેરોમાં તપાસ ચાલુ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).