Face Of Nation 29-04-2022 : પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ઓડિસી નૃત્ય ગુરુ માયાધર રાઉત (91)ને ડિરોક્ટોરેટ ઓફ એસ્ટેટે તેમને ઘરવિહોણા કરી દીધા. માયાધરને દક્ષિણ દિલ્હીના એશિયન સ્પોર્ટ્સ વિલેજમાં સરકારી ઘર ફાળવવામાં આવ્યું હતું. મંગળવારથી માયાધર સહિત અન્ય કલાકારોને ત્યાંથી કાઢવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમની ફાળવણી 2014માં રદ કરી દેવાઈ હતી.તો બીજીતરફ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે 2020માં કલાકારોને ઘર ખાલી કરવાની નોટિસ જાહેર કરી હતી. જે બાદ બિરજૂ મહારાજ સહિત અનેક કલાકારોએ કોર્ટમાં અરજી કરી હતી.
દિલ્હી હાઈકોર્ટે પણ રાહત ન આપી
એસ્ટેટ નિયામકના એક અધિકારીના જણાવ્યા મુજબ કલાકારોને ઘર ખાલી કરાવવાની કાર્યવાહી યથાવત રહેશે, કેમકે કોર્ટે બુધવારે કલાકારોને રાહત આપી ન હતી. જે 28 કલાકારોને મકાન ફાળવવામાં આવ્યા હતા તેમાંથી 17 નોટિસ મળ્યા બાદ જતા રહ્યાં હતા. આગામી એક સપ્તાહમાં અન્ય વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. જો કે અન્ય કલાકારોએ બીજી મે સુધીમાં ઘર ખાલી કરવાનું લેખિત આશ્વાસન આપ્યું છે.
2014થી કોન્ટ્રાક્ટ રિન્યૂ નથી કરાયો
સંસ્કૃતિ મંત્રાલયની ભલામણ બાદ 1970ના દશકામાં કલાકારોને ઘણાં ઓછા ભાડે 3 વર્ષના કોન્ટ્રાક્ટ પર ઘર ફાળવવામાં આવ્યા હતા. જેને દર 3 વર્ષે રિન્યૂ કરાવવામાં આવતો હતો. 2014 પછી આ કોન્ટ્રાક્ટ રિન્યૂ નથી કરાયો. જેને લઈને કલાકારો પર ઘર ખાલી કરાવવાનું દબાણ વધી રહ્યું હતું. એશિયાડ સ્પોર્ટસ વિલેજમાં રહેતા આ કલાકારોને 31 ડિસેમ્બર 2020 સુધીમાં ઘર ખાલી કરાવવાનો સમય અપાયો હતો. કેબિનેટ કમિટીએ 27 કલાકારોને 2014 પછી ઘરોમાં રહેવા માટે કુલ 32.09 કરોડનું ભાડું માફ કરવાનો નિર્ણય લેવાયો અને તેમને 31મી ડિસેમ્બર સુધીમાં ઘર ખાલી કરવાનો સમય આપ્યો. તો બીજીતરફ માયાધર રાઉતની દીકરી મધુમિતા રાઉતે કહ્યું કે કલાકાર 25મી ફેબ્રુઆરીએ ઘર ખાલી કરાવવા સામેનો કેસ હારી ગયા હતા અને તેમની પાસે ત્યાં એશિયાઈ સ્પોર્ટસ વિલેજમાં ઘરોને ખાલી કરાવવા માટે 25મી એપ્રિલ સુધીનો સમય હતો. તેમને કહ્યું કે કલાકારે દિલ્હી હાઈકોર્ટમાં એક અપીલ કરી હતી, જેના પર બુધવારે સવારે સુનાવણી થવાની હતી.
હું પિતાને જમવાનું આજીજી કરી તો પણ ન આપવા દીધું
મધુમિતાએ વધુમાં જણાવ્યું કે અધિકારીઓને ખ્યાલ હતો કે અપીલ પર બુધવારે સુનાવણી થવાની છે, તેથી તેઓ કર્મચારીઓ અને પોલીસની સાથે મંગળવારે આવીને પરાણે સામાન બહાર ફેંકવા લાગ્યા. તેઓએ કાર્યવાહી બપોરે 1 વાગ્યાથી શરૂ કરી, જ્યારે હું પિતાને બપોરે જમવાનું આપી રહી હતી. મધુમિતાએ પિતાને જમાડ્યા બાદ કાર્યવાહીની અપીલ કરી પરંતુ અધિકારીઓએ એક વાત માની ન હતી.
આ કલાકારોએ પણ ઘર ખાલી કરવા પડશે
સ્પોર્ટ્સ વિલેજમાં રહેતા 12 કલાકારોને પણ ઘર ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે, જેમાં મોહિનીઅટ્ટમ નર્તક ભારતી શિવાજી, કુચિપુડ્ડી નર્તક ગુરુ વી જયરામ રાવ, ધ્રુપદ ગાયક ઉસ્તાદ એફ વસીફુદ્દીન ડાગર, રાણી સિંઘલ, કથક વિશેષજ્ઞ ગીતાંજલિ લાલ, લિથોગ્રાફર કેઆર સુબન્ના, સારંગ વાદક કમલ સાબરી, દેવરાજ ડકોજી, કમલિની, કલાકાર જતિન દાસ, પંડિત ભજન સોપોરી અને ગાયિકા રીતા ગાંગુલીનું નામ સામેલ છે. જો આ લોકો પોતે ઘર ખાલી નહીં કરે તો તેમનો સામાન પણ ઘરની બહાર મૂકી દેવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).