Face Of Nation 29-04-2022 : અયોધ્યામાં રમખાણ ફેલાવવાના ષડયંત્રનો ખુલાસો થયો છે. કેટલાંક લોકોએ જાળીવાળી ટોપી પહેરીને આપત્તિજનક પેમ્પલેટ અને માંસના ટુકડા ધાર્મિક સ્થળો પર ફેંક્યા હતા. જો કે યોગ્ય સમયે પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આ તમામ લોકો હિન્દુ છે. તો બીજીતરફ ષડયંત્રના માસ્ટરમાઈન્ડનું નામ મહેશકુમાર મિશ્રા છે. તેને સ્વીકાર્યું કે તે અને તેમના સાથી દિલ્હીના જહાંગીરપુરીમાં થયેલી હિંસાથી નારાજ હતા. ગુરુવારે પોલીસે તમામ આરોપીઓને મીડિયા સામે રજૂ કર્યા હતા.
અયોધ્યાના જ રહેવાસી છે તમામ ષડયંત્રકારી
આ ઘટનાના તમામ આરોપી અયોધ્યાના છે. મહેશ મિશ્રા વિરૂદ્ધ કુલ 7 FIR પહેલા પણ થઈ ચુકી છે. મહેશકુમાર મિશ્રા ખોજનપુરમાં રહે છે. પ્રત્યૂશ શ્રીવાસ્તવ, નીતિન કુમાર, દીપક કુમાર ઉર્ફે ગુંજન, બૃજેશ પાંડે, શત્રુધ્ન પ્રજાપતિ, વિમલ પાંડે નામના આ તમામ આરોપી અયોધ્યાના જ રહેવાસી છે.
તમામ આરોપી CCTVમાં કેદ થાય, 11 સામેલ હતા
માસ્ટરમાઈન્ડ ઈચ્છતો હતો કે તેની આ હરકત CCTVમાં કેદ થાય અને પોલીસને પણ મળે. તેથી આરોપીઓએ બે એવી મસ્જિદ પસંદ કરી જ્યાં CCTV લાગેલા હતા. SSP શૈલેશ પાંડેએ જણાવ્યું કે આ ઘટનામાં 11 લોકો સામેલ હતા. મુખ્ય આરોપીએ પોતાના સાથીઓની સાથે ઘટના પાર પાડી હતી. ફરાર થયેલા 4 લોકોને ટૂંક સમયમાં જ પકડવામાં આવશે.
મુસ્લિમ ધર્મ ગુરુએ સમજદારી દાખવી
આરોપીઓએ અયોધ્યાની મસ્જિદ કાશ્મીરી મોહલ્લા, ટાટશાહ મસ્જિદ, ઘોસિયાના રામનગર મસ્જિદ, ઈદગાહ સિવિલ લાઈન મસ્જિદ અને દરગાહ જેલની પાછળ માંસ અને આપત્તિજનક પોસ્ટર ફેંક્યા હતા. કેટલીક જગ્યાએ ધાર્મિક પુસ્તક ફેંકીને સાંપ્રદાયિક વાતાવરણ બગાડવાનો પ્રયાસ પણ કરાયો. પોલીસે જે મુસ્લિમ ધર્મગુરુના નિવેદન લીધા હતા તેમને રાત્રે 2 વાગ્યે ચાર બાઈક પર 8 લોકોને જોયા હતા. તે સમયે તેઓ નમાઝ પઢવા જઈ રહ્યાં હતા. તેમને સૌથી પહેલા આપત્તિજનક પોસ્ટર જોયા અને પોલીસ અને એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓ સુધી આ કેસ પહોંચ્યો.
ઘરે પ્લાનિંગ કર્યું હતું, લાલબાગથી માંસ ખરીદ્યું હતું
પોલીસ પૂછપરછમાં સામે આવેલી વાત કંઈક એવી છે કે માસ્ટરમાઈન્ડ મહેશકુમાર મિશ્રાએ પોતાના સાથીઓની સાથે બૃજેશ પાંડેના ઘરે પ્લાનિંગ કર્યું હતું. મહેશે આ પેમ્પલેટ લાલબાગના આશીર્વાદ ફ્લેક્સમાં છપાવ્યા હતા. ત્યાંથી કેટલાંક ફ્લેક્સ પણ ખરીદ્યા હતા. આરોપી પ્રત્યૂષ શ્રીવાસ્તવે ગુદડી રોડ પર મોહમ્મદ રફીક બુક સ્ટોરમાંથી બે કુરાનની ખરીદી પણ કરી હતી. પમ્મી કેમ્પ હાઉસમાંથી ટોપી ખરીદી હતી. આકાશે લાલબાગથી માંસ ખરીદ્યું હતું. સામાનને 26મી એપ્રિલની રાત્રે 10 વાગ્યે નાકા વર્મા ઢાબા ખાતે એકઠો કરાયો હતો. જે પછી બધાં જ બૃજેશના ઘરે ગયા હતા. જ્યાં ફ્લેક્સ પર આપત્તિજનક ટિપ્પણી લખી હતી.
મસ્જિદમાં જઈને ધાર્મિક પુસ્તક અને માંસ ફેંક્યા
જે બાદ તમામ લોકો ચાર બાઈક પર દેવકાલી બાઈપાસ થઈને બેનીગંજ પહોંચ્યા. PRV (પોલીસ રિસ્પોન્સ વ્હીકલ)ની ગાડી ત્યાં હોવાથી પેમ્પલેટ ફેંક્યા ન હતા. જે બાદ કાશ્મીરી મોહલ્લા મસ્જિદમાં જઈને ધાર્મિક પુસ્તક અને માંસ ફેંક્યા. જે બાદ રાજકરન સ્કૂલની સામે ટાટશાહ મસ્જિદ પર તેઓએ આપત્તિજનક લખાણ અને માંસ ફેંક્યા. જે પછી જેલની પાછળ ગુલાબ શાહ દરગાહ પર પવિત્ર પુસ્તક અને માંસ ફેંક્યા. ઈદગાહ સિવિલ લાઈન, ઘોસિયાના રામનગર મસ્જિદ ખાતે પણ આ પ્રકારે આપત્તિજનક પેમ્પલેટ ફેંક્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News અયોધ્યામાં રમખાણ ફેલાવવાનું ષડયંત્ર; મસ્જિદની બહાર માંસ અને પવિત્ર પુસ્તક, આપત્તિજનક પેમ્પલેટ...