Face Of Nation 29-04-2022 : IPL 2022માં દિલ્હી કેપિટલ્સ-કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગી પણ તેને ચિયર કરવા મેદાનમાં પહોંચી હતી. એટલું જ નહીં ઈશાની સાથે પંતની બહેન સાક્ષી પંત પણ ભાઈને ચિયર કરતી જોવા મળી હતી. જેની તસવીરો વાઈરલ થતા સોશિયલ મીડિયામાં યૂઝર્સ અવનવી પોસ્ટ શેર કરતા જોવા મળ્યા હતા.
મેચ દરમિયાન ઈશાએ પંતને ચિયર કર્યું
જે સમયે મેચ શરૂ થઈ ત્યારે રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગી અને સાક્ષી પંત સ્ટેન્ડ્સમાં બેઠેલી જોવા મળી હતી. આ દરમિયાન બંને એકબીજા સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. ત્યારપછી કોલકાતાની જ્યારે-જ્યારે વિકેટ પડતી હતી ત્યારે-ત્યારે બંને દિલ્હીને ચિયર કરતા જોવા મળ્યા હતા.
ઈશા-પંત ઘણા સમયથી ડેટ કરે છે
તમને જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ઘણા લાંબા સમયથી ઈશા નેગીને ડેટ કરી રહ્યો છે. રિષભે ઈન્સ્ટાગ્રામ પર ઈશાના જન્મદિવસે એક સ્ટોરી પોસ્ટ કરી હતી, જેના જવાબમાં ઈશા નેગીએ I LOVE YOU પણ કહ્યું હતું. તેવામાં સોશિયલ મીડિયામાં ઈશા મેચ જોવા પહોંચી હોવાની તેની તસવીરો વાઈરલ થઈ કે તરત યૂઝર્સ ભાભી મેચ જોવા પહોંચ્યા છે, પંતના લેડી લક બની આવ્યા છે એવી પોસ્ટ શેર કરવા લાગ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).