Face Of Nation 29-04-2022 : ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી સીમ વિસ્તારમાં મહિલા પર થયેલા ગેંગરેપના મામલે આજે કપડવંજ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષ 2018માં કપડવંજ તાલુકાની પરિણીત મહિલા પર 3 ઈસમે ગેંગરેપ ગુજારી તેની હત્યા કરી હતી. આજે આ કેસ કપડવંજ સેશન્સ કોર્ટમા ચાલી જતાં ત્રણેય આરોપીને ફાંસીની સજા ફટકારવામા આવી છે. સરકારી વકીલ મિનેષ પટેલે 26 લોકોની જુબાની અને 45 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. એડિ.ડિસ્ટ્રિક્ટ જજ વી.પી અગ્રવાલે આ મામલે ચુકાદો આપ્યો છે. તો બીજીતરફ આ બાબતની ફરિયાદ કપડવંજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.નં.,46/ 18થી નોંધાવતાં પોલીસે ઈ.પી.કો.ક. 366, 376(ડી),302,201 સાથે વાંચતા ક.114 મુજબનો ગુન્હો નોંધી પોલીસે આરોપીઓને પકડેલા હતા. જ્યારે (1) ગોપી ઉર્ફે ભલાભાઈ ગીરીશભાઈ દેવીપુજક(વાઘરી), રહે.જોરામાં, મોટીર તા.કપડવંજ જી.ખેડા (2) જયંતીભાઈ બબાભાઈ વાદી, રહે.ઈન્દીરાનગરી, શીહોરા, તા.કપડવંજ જી.ખેડા (3) લાલાભાઈ ઉર્ફે કંકુડીયો ૨મેશભાઈ વાદી રહે.ઈન્દીરાનગરી, શીહોરા, તા.કપડવંજ, જી.ખેડા નાઓને ફાંસીની સજા આપવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Religion ખેડાના કપડવંજ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો; 2018માં નિરમાલીમાં પરિણીતા પર દુષ્કર્મ કરી...