Home Gujarat DRI, કસ્ટમ અને ATSનું સંયુક્ત ઓપરેશન; કચ્છ બાદ અમરેલી પીપાવાવ પોર્ટ...

DRI, કસ્ટમ અને ATSનું સંયુક્ત ઓપરેશન; કચ્છ બાદ અમરેલી પીપાવાવ પોર્ટ પરથી 90 કિલો પકડાયું ડ્રગ્સ, જેની કિંમત અંદાજિત 450 કરોડ રૂપિયા!

Face Of Nation 29-04-2022 :  પીપાવાવ પોર્ટ પર DRI, કસ્ટમ અને ATSના સંયુક્ત ઓપરેશનમાં 90 કિલો ડ્રગ્સનો જંગી જથ્થો જપ્ત કરાયો છે. આ ડ્રગ્સના જથ્થાની કિંમત રૂ.450 કરોડ જેટલી થાય છે. હજી 4 દિવસ પહેલાં જ અરબી સમુદ્રમાંથી પાકિસ્તાની બોટને 56 પેકેટ (અંદાજે 56 કિલોગ્રામ) ડ્રગના જથ્થા સાથે ઝડપી 9 પાકિસ્તાનીની ધરપકડ કરાઈ હતી. તદુપરાંત અગાઉ કંડલા અને મુંદ્રા પોર્ટ પરથી પણ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. આ વખતે ડ્રગ્સને સુતરની આંટીમાં ફીટ કરવામાં આવ્યું હતું અને ઉત્તરાયણની દોરી પર કલરનો ઢોળ ચઢાવે તે રીતે લપેટાયું હતું. આશરે 350 કિલો જેટલા સૂતરમાં આ ડ્રગ્સનો ઢોળ ચડાવાયો હતો.
જામનગર DRIને બાતમી મળી ને ગુપ્ત ઓપરેશન કરાયું
કચ્છમાંથી મોટી માત્રામાં ડ્રગ્ઝનો જથ્થો મળી આવ્યાની સાથે જામનગર DRI દ્વારા ગુજરાતનાં દરિયાકાંઠા પર તેમજ અન્ય પોર્ટ પર ઘુસાડવામાં આવેલા ડ્રગ્ઝનાં જથ્થા અંગે ગુપ્તરાહે તપાસ હાથ ધરી હતી. જેમાં જામનગર DRIને ગઈકાલે પિપાવાવ પોર્ટ પર કન્ટેઈનરમાં છુપાવીને રાખવામાં આવેલા નશીલા પદાર્થને પકડી પાડવાાં સફળતા સાંપડી હતી. તપાસનીશ ટીમ દ્વારા આ નશીલા પદાર્થને ચકાસણી માટે FSLમાં મોકલી અપાયા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી શરૂ કરાશે.
પહેલીવાર એક સાથે 90 કિલો ડ્રગ્સ મળી આવ્યું
પીપાવાવ પોર્ટ પર જપ્ત કરેલા કન્ટેનર્સમાંથી અંદાજે 90 કિલો ડ્રગ્સ મળી આવ્યું હોવાનું એજન્સીઓએ જણાવ્યું છે. રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવા માટે જે રીતે ઉત્તરાયણમાં દોરીને કલર પીવડાવવામાં આવે છે, તેવી રીતે સુતળી ઉપર ડ્રગ્સનો ઢોળ ચડાવીને તેને ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.
કેન્દ્રીય એજન્સીઓને પણ સતર્ક બનાવાઈ
પોર્ટ પરથી ડ્રગ્સ ઝડપાવાના વધતા કેસને લઇને કેન્દ્રીય એનજન્સી વધુ સતર્ક બની છે. જેના ભાગરુપે અમરેલીના પીપાવાવ પોર્ટ પર ગઈકાલે કોન્ટ્રાક લોજીસ્ટીકમાં કન્ટેનર સિઝ કરવામાં આવ્યું હતું. તેમજ DRIની ટીમ દ્વારા કન્ટેનરમાં ડ્રગ્સની આશંકાને લઇ સેમ્પલ લેવામાં આવ્યાં હતા. DRI દ્વારા સેમ્પલ લઇને FSLમાં મોકલવામાં આવ્યાં હતા.
મહિનાથી કન્ટેનર પોર્ટ પર પડ્યા હતા
પીપાવાવ પોર્ટ નજીક ફોરવે પર કોન્ટ્રાન્સ લોજીસ્ટીક કંપનીમાં આયાતી કન્ટેનરો રાખવામાં આવે છે. અહીં કેટલાક કન્ટેનરો છેલ્લા એક માસથી જેમના તેમ પડ્યા છે. બાતમીના આધારે ડીઆરઆઇની ટીમે અહીં પહોંચી એક કન્ટેનરની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. કન્ટેનરમાં ડ્રગ્સ જેવો પદાર્થ મળી આવ્યો હતો. જેને પગલે જરૂરી નમુનાઓ લઇ લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા હતા. અને કન્ટેનરને સીઝ કરી દેવામાં આવ્યું હતું. આ કન્ટેનર કયા દેશમાંથી આવ્યા છે અને ભારતમાં કઈ પેઢી દ્વારા તેની આયાત કરવામાં આવી છે તેની વિગતો હજુ બહાર આવી નથી. એટલું જ નહીં એક માસ સુધી આ કન્ટેનર છોડાવવા માટે અહીં કેમ કોઈ દેખાયું નથી તેની પણ તપાસ જરૂરી બની છે.
રિફર કોલ્ડ સ્ટોરેજવાળું કન્ટેનર પડી રહેતા શંકા ગઈ
આ યાર્નનું કન્ટેનર સાદુ હોવાને બદલે રિફર કોલ્ડ સ્ટોરેજવાળું કન્ટેનર છે તેથી તે શંકાના દાયરામાં આવી ગયેલ છે. હાલ તો FSL ટીમને ઘટનાસ્થળે બોલાવીને કન્ટેનરની અંદર રહેલા યાર્નનું સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલ્યું છે. પરંતુ એજન્સીઓને સૌથી પહેલી શંકા આ કન્ટેઈનર રિફર કોલ્સ સ્ટોરેજવાળું હોવાને કારણે જ ગઈ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).