Home News જેલમાં ‘5 Star’ જેવી સુવિધા; આશિષ મિશ્રાની બેરકમાં 1 નહીં 4 કૂલર,...

જેલમાં ‘5 Star’ જેવી સુવિધા; આશિષ મિશ્રાની બેરકમાં 1 નહીં 4 કૂલર, દરરોજ ઘરેથી આવે છે લંચ- ડીનર, રોજના 40થી વધુ મંગાવે સ્પેશિયલ “પાન”!

Face Of Nation 29-04-2022 : લખીમપુર ખીરી હિંસાનો મુખ્ય આરોપી અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રા 24મી એપ્રિલથી જેલમાં છે. ખાસ વાત એ છે કે આશીષને જેલમાં 5 Star જેવી સુવિધા મળી રહી છે. ખાવાપીવાથી લઈને તેને રહેવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બેરકમાં તેના માટે ચાર કૂલર મૂકવામાં આવ્યા છે એટલું જ નહીં તેના માટે સ્પેશિયલ પાન પણ બહારથી આવે છે. પાન પણ એક-બે નહીં પણ 30થી 40 આવે છે. આટલા પાન તે આખા દિવસ દરમિયાન ખાઈ જાય છે.
આશિષ માટે નવા ગાદલાં-ચાદરની વ્યવસ્થા
જેલ પ્રશાસનના સૂત્રોના જણાવ્યા મુજબ આશીષની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને બેરેક નંબર 40માં રાખવામાં આવ્યો છે. તેને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તેથી બેરકમાં 24મી એપ્રિલ પહેલા જ નવા ગાદલાં અને ચાદરની વ્યવસ્થા કરવામાં આવી હતી. આશીષ મિશ્રાને અન્ય કેદીઓથી અલગ રાખવામાં આવ્યો છે. જેલની અંદર પણ શક્ય હોય તેટલી મદદ આપવામાં આવી રહી છે.
બેરેકમાં 4 કૂલરની વ્યવસ્થા કરવામાં
હાલ આકરો તાપ પડી રહ્યો છે. તાપમાન 40 ડિગ્રીથી વધુ છે. એવામાં જેલમાં મંત્રી પુત્રને પણ ગરમી અકળાવી રહી છે. આશીષને ગરમી ન લાગે તે માટે બેરેકમાં 4 કૂલરની વ્યવસ્થા કરવામાં આવી છે. કે જેથી તેને ભીષણ ગરમીમાંથી રાહત મળી શકે. આમ છતાં ભીષણ ગરમી મંત્રી પુત્રને પરેશાન કરી રહી છે. તેની મુશ્કેલીઓને દૂર કરવા માટે જેલ પ્રશાસન અન્ય વ્યવસ્થા કરી રહી છે. તો બીજીતરફ 24મી એપ્રિલથી આશીષ મિશ્રાએ જેલનું ખાવાનું નથી ખાધું. જેલની અંદર જ તેમને VIP ટ્રીટમેન્ટ મળી રહી છે. રોજ સવારે 7થી 8 વાગ્યા વચ્ચે તેના માટે ઘરેથી ચા, માખણ અને બ્રેડ આવે છે, જેનો આશીષ મિશ્રા નાશ્તો કરે છે.
દરરોજ ઘરેથી આવે છે લંચ અને ડીનર
મંત્રી પુત્ર આશીષ મિશ્રા હાલ જેલમાં છે પરંતુ તેના માટે ખાવાપીવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે લગભગ 10 વાગ્યે આશીષ મિશ્રાના ઘરેથી જેલમાં લંચ આવે છે. આશીષ મિશ્રા બપોરે 12થી 1 વાગ્યા સુધી લંચ કરે છે. મળતી માહિતી મુજબ 24 એપ્રિલથી અત્યાર સુધીમાં આશીષ મિશ્રાએ વેજ ખાવાનું ઘરેથી જ મંગાવ્યું છે. તેની પસંદનું ખાવાનું ઘરેથી આવે છે. તો સાંજે લગભગ 6 વાગ્યે તેના ઘરેથી ડિનર જેલમાં પહોંચાડવામાં આવે છે. મોડી સાંજે લગભગ 7:30થી 8 વાગ્યા વચ્ચે આશીષ મિશ્રા ડિનર કરે છે.
ખાસ પાન પણ બહારથી મંગાવવામાં આવે છે
જેલમાં પણ મંત્રી પુત્ર આશીષ મિશ્રાની સુવિધાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. દરરોજ તેના માટે પાનની વ્યવસ્થા કરવામાં આવે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રોજ લગભગ 30થી 40 પાન મંત્રી પુત્રને પહોંચાડવામાં આવે છે. જેને દિવસભરમાં ખાસ કરીને લંચ અને ડિનર પછી ખાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).