Home Sports ટેનિસ ખેલાડી જેલમાં; 54 વર્ષિય દિગ્ગજ ખેલાડી બોરીસ બેકરને 2.5 વર્ષની જેલ...

ટેનિસ ખેલાડી જેલમાં; 54 વર્ષિય દિગ્ગજ ખેલાડી બોરીસ બેકરને 2.5 વર્ષની જેલ સજા,વર્ષ 2017માં કરોડોની રકમ છૂપાવવાના કેસમાં દોષિત!

Face Of Nation 29-04-2022 : ટેનિસ ક્ષેત્રના દિગ્ગજ ખેલાડી બોરીસ બેકરને વર્ષ 2017માં નાદારીને લગતા ઈનસોલ્વન્સી એક્ટ હેઠળ કેટલાક ગુનાઓમાં દોષિત ઠરાવી જેલની સજા ફટકારવામાં આવી છે. 54 વર્ષિય બોરીસ બેકરને આ વર્ષની શરૂઆતમાં ચાર કેસમાં દોષિત ઠરાવ્યા બાદ શુક્રવારે સાઉથવર્ક ક્રાઉન કોર્ટે 2.5 વર્ષની જેલની સજા કરી છે. બીજીતરફ પોતાની પ્રોફેશનલ કરિયર દરમિયાન છ વખત ગ્રાન્ડ સ્લેમ એવોર્ડ જીતનાર બેકર સ્પેનમાં તેમના બે વિમ્બલ્ડન ટ્રોફી સહિત સંપત્તિ અંગે 3 મિલિયન પાઉન્ડ કરતા વધુ રકમની નહીં ચુકવવામાં આવેલી લોન અંગે પાંચ વર્ષ પૂર્વે નાદાર જાહેર થયા હતા. બોરીસ સામે સંપત્તિ હસ્તાંતરણ, દેવુ છૂપાવવા તેમ જ સંપત્તિને લગતા ખુલાસા કરવામાં નિષ્ફળ જવાને લગતા કેસોનો સમાવેશ થતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જર્મનીના આ મહાન ટેનિસ ખેલાડીને જૂન 2017માં નાદાર થયા બાદ પોતાના કારોબારી ખાતામાં હજારો પાઉન્ડ ટ્રાન્સફર કર્યાં હતા, આ ઘટનામાં તેમની ભૂતપૂર્વ પત્ની બાર્બરા અને શર્લી લિલી બેકરનો પણ સમાવેશ થતો હતો.
3 વખત વિમ્બલ્ડન જીતી ચૂક્યા છે
આ ઉપરાંત જર્મનીમાં ટેકનિકલ ફર્મમાં 8.25 લાખ યુરો બેન્ક લોન તથા શેરને છૂપાવવાને લગતા કેસમાં પણ દોષિત ઠરાવવામાં આવ્યા છે. જોકે બોરીસને અન્ય 20 કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જે કેસોમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે તેમાં અનેક એવોર્ડની સોપણી કરવામાં નિષ્ફળ જવાને લગતી બાબતનો સમાવેશ થાય છે.બોરીસે વર્ષ 1985માં વિમ્બલ્ડનમાં પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ પોતાના નામે કર્યો હતો. તે 3 વખત વિમ્બલ્ડન, બે વખત ઓસ્ટ્રેલિયન ઓપન તેમ જ એક વખત US ઓપન જીતી ચુક્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા faceofnation@gmail.com ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).