Face Of Nation 30-04-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટની ફેઝ 1ની કામગીરી હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેકટ લિમિટેડ પૂર્વ અને પશ્ચિમ બંને કોરિડોર ઓગસ્ટ 2022 સુધીમાં શરૂ કરવાની તૈયારી હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે આજે વસ્ત્રાલના એપરેલ પાર્ક ખાતેના ડેપોથી ત્રણ કોચની એક મેટ્રો ટ્રેન એપરલ પાર્કથી મેટ્રો ટ્રેનને 6.5 કિમિ લાંબી કાંકરિયા અંડરગ્રાઉન્ડ ટનલમાંથી શાહપુર થઈ સાબરમતી નદીના બ્રીજ ઉપરથી ચલાવી ઈન્કમટેક્ષ ખાતે જૂની હાઈકોર્ટ સુધી દોડાવવામાં આવી હતી.
જૂની હાઈકોર્ટથી થલતેજ સુધી મેટ્રોનું ટેસ્ટિંગ કરાશે
જૂની હાઇકોર્ટથી થલતેજ સ્ટેશન સુધી ટ્રેનના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવશે. ટ્રેન ના ટ્રેક અને ટ્રેનની ટેસ્ટિંગની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે, જેના ભાગરૂપે આજે ટનલમાંથી આ ટ્રેનને ચલાવી અને જૂની હાઈકોર્ટ સુધી પહોંચાડવામાં આવી હતી. મેટ્રો ટ્રેન શરૂ થાય તે પહેલા અને ધ્યાનમાં રાખી અને તમામ પાસાઓની તપાસ કરવામાં આવતી હોય છે.
6.5 કિલોમીટર અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન દોડશે
અમદાવાદ મેટ્રો ટ્રેનના ફેઝ-1ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ એમ બે કોરિડોરના કુલ 40 કિલોમીટરના મેટ્રો ટ્રેન રૂટને ઓગસ્ટ 2022માં શરૂ કરી દેવાની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં 6.5 કિલોમીટર અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન દોડશે. અમદાવાદ શહેરના સીટી વિસ્તારમાંથી ટ્રેન અન્ડરગ્રાઉન્ડ પસાર થશે. જેની ટનલનું મોટાભાગનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે. શાહપુર દરવાજાથી કાંકરીયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ ટ્રેન દોડવાની છે.
માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે
મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અંડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. હાલના સમયમાં જો વાહન લઈને શાહપુરથી કાંકરિયા જવું હોય તો દિલ્લી દરવાજા, કાલુપુર, સારંગપુર અને કાંકરિયા ઝુ તરફ જતા 30 મિનિટ થાય, પરંતુ મેટ્રો ટ્રેનમાં 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે. ટ્રેનના પાટાથી લઇ ટનલની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગયેલી દેખાય છે.
નદી ઉપરથી અને અંડરગ્રાઉન્ડમાંથી પસાર થશે
અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે. જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. ફેઝ-1માં 32 સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો રહેશે, જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે. જેમાં 15 સ્ટેશન આવે છે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે, જે થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે. 21 કિલોમીટર લાંબા આ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદીની ઉપરથી પસાર થાય છે અને શહેરના નીચેથી પણ પસાર થાય છે. શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ અને કાંકરીયા પૂર્વમાં બહાર નીકળશે. આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).