Face Of Nation 30-04-2022 : ઇન્ડિયન આઇડોલ રિયાલિટી શોના પ્રખ્યાત ગાયક કલાકાર પવનદીપ રાજન, અરૂણીતા કાનજીલાલ સહિતના સિંગર્સ આવતીકાલે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિતે પહેલી મેના રોજ રાજકોટ આવી રહ્યા છે. રેસકોર્સના ઓપન એર થિયેટરમાં મ્યુઝિકલ નાઇટનું આયોજન કરાયુ છે. જેમા આ લોકપ્રિય ગાયક કલાકારો રાજકોટીયન્સને પોતાના સંગીતની ધૂન પર ડોલાવશે. આ તમામ કલાકારો દ્વારા સોશિયલ મીડિયાનાં માધ્યમથી લોકોને મોટી સંખ્યામાં ઉમટી પડવાની અપીલ કરવામાં આવી છે.
‘સપ્તરંગી સાંજ’ નામનો કાર્યક્રમ યોજાશે
કોરોના કાળના અઢી વર્ષ પછી શહેરમાં રંગારંગ કાર્યક્રમ યોજાશે. ત્યારે આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતુ કે, આવતીકાલે રવિવારે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ નિમિતે ‘સપ્તરંગી સાંજ’ નામનો કાર્યક્રમ યોજાશે. કોરોના કાળમાં રાજકોટવાસીઓને સાંસ્કૃતિક કે રંગારંગ કાર્યક્રમનો આનંદ માણવાની તક મળી ન હતી.છેલ્લાં કેટલાક દિવસોથી કોરોના નહીવત બનતા ધુળેટીએ હાસ્ય કવિ સંમેલન માણવા મળ્યા બાદ હવે રાજ્યના સ્થાપના દિવસે એક અનોખો લ્હાવો માણવા મળશે.
કોરોના નહીવત બનતા મનપાએ આયોજન કર્યું
જેમાં પહેલી મેના રોજ રાત્રે રેસકોર્સના ઓપન એર થિયેટરમાં ઇન્ડિયન આઇડોલના લોકપ્રિય ગાયક કલાકારો પવનદીપ રાજન, અરૂણીતા કાનજીલાલ, સાયલી કાંબલે, આશિષ કુલકર્ણી અને સવાઇ ભાટ સહિતના નાની ઉંમરે જ લોકપ્રિય બની ગયેલા આ કલાકારોને લાઇવ સાંભળવા મળશે.જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેબિનેટ મંત્રી અરવિંદ રૈયાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Crime ‘રંગીલુ’ રાજકોટ ઝૂમશે; ગુજરાતનાં સ્થાપના દિવસે ઇન્ડિયન આઇડોલના પવનદીપ, અરૂણીતા સહિતના કલાકારોની...