Face Of Nation 30-04-2022 : રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 18 નવા કેસ નોંધાયા છે અને 10 દર્દી સાજા થયા છે. સતત નવ દિવસથી શૂન્ય મોત રહ્યું છે. તો આજે 30 જિલ્લા અને 5 શહેરમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે 3 જિલ્લો અને 3 શહેરમાં જ કોરોનાના નવા કેસ નોંધાયા છે. જ્યારે 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું હતું. રાજ્યનો રિક્વરી રેટ 99.10 ટકાએ સ્થિર રહ્યો છે. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો. ગયા મહિને 29મી માર્ચે સૌથી 5 કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 24 હજાર 131ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 943 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 13 હજાર 284 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 113 એક્ટિવ કેસ છે, 2 દર્દી વેન્ટિલેટર પર છે અને 111 દર્દીઓની હાલત સ્થિર છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).