Home News બનાસકાંઠાઃ રેતીની તસ્કરી પર ભૂસ્તર વિભાગનો ભરડો,ભૂસ્તર વિભાગની ટીમે મોડીરાત્રે રેડ કરી...

બનાસકાંઠાઃ રેતીની તસ્કરી પર ભૂસ્તર વિભાગનો ભરડો,ભૂસ્તર વિભાગની ટીમે મોડીરાત્રે રેડ કરી 9 ડમ્પરો સાથે 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

બનાસકાંઠામાં ગુજરાતમાંથી રાજસ્થાનમાં ગેરકાયદેસર રીતે રેતીની તસ્કરીના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો

Face of Nation:બનાસકાંઠામાં ગુજરાતમાંથી રાજસ્થાન માં ગેરકાયદેસર રીતે રેતી ની તસ્કરીના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે . જેમાં ભૂસ્તર વિભાગની ટીમે મોડીરાત્રે રેડ કરી નવ ડમ્પર સહિત કુલ ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી બનાસ નદીમાંથી રેતીની તસ્કરી કરી ગુજરાતમાંથી રાજસ્થાનમાં મોકલવાનું મસમોટુ કૌભાંડ ચાલી રહ્યું હતું. જે બાબત બનાસકાંઠા ખાણ વિભાગના ધ્યાને આવતા જ ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી .જેમાં મોડી રાત્રે ભૂસ્તર વિભાગ ના અધિકારી સુભાષ જોશી સહિતની ટીમે ધાનેરા પાસે વોચ ગોઠવી હતી.

જે દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલા નવ ડમ્પરો અટકાવી તપાસ કરતા રોયલ્ટી વગર રેતી ની તસ્કરી કરતા હોવાનું માલુમ પડ્યું હતું. સાંજે 6 થી સવારના 6 વાગ્યા સુધી નદીમાંથી રેતી ની હેરાફેરી પ્રતિબંધ હોવા છતાં ડમ્પર માલિકો દ્વારા ગેરકાયદેસર રીતે નદીમાંથી રેતીની ચોરી કરવી અને સરકારને રોયલ્ટી ના ચૂકવી મોટું નુકસાન પહોંચાડતો હોવાની વિગતો બહાર આવી હતી .

જેથી ખાણ ખનીજ વિભાગની ટીમે નવ ડમ્પર સહિત કુલ રૂપિયા ત્રણ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ખાણ ખનીજ વિભાગ ની ટીમે સપાટો બોલાવતા અન્ય ભૂમાફિયાઓ પણ ફફડાટ ફેલાયો છે.