Face Of Nation 01-05-2022 : સુરતમાં 14 વર્ષની સગીરા પર બે કિશોરોનું એક પછી એકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટના બન્યાના 22 દિવસ બાદ સગીરાએ માતાને જાણ કરતા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ હવસખોરોએ એક દુષ્કર્મ આચરતો હતો ત્યારે બીજો વીડિયો બનાવતો હતો અને બે કિશોરો બહાર કોઈ આવી ન જાય તેની વોચ રાખતા હતા. હવસખોરોએ દુષ્કર્મનો વીડિયો બનાવી વાઇરલ પણ કરી દીધો હતો.
મિત્રના ઘરે આવવાનું કહી લઈ ગયા
સુરતના સલાબતપુરા માનદરવાજા વિસ્તારમાં રહેતા પરિવારની 14 વર્ષીય કિશોરી ગત 7મી એપ્રિલના રોજ બપોરે ત્રણ વાગ્યાના અરસામાં ઘરે હતી. દરમિયાન મહોલ્લામાં જ રહેતો કિશોર તેને મહોલ્લામાં રહેતા અન્ય કિશોર મિત્રને ત્યાં આવ કામ છે કહીં લઈ ગયો હતો. ત્યાં કિશોરે તેને ધક્કો મારી અંદર ધકેલ્યા બાદ જબરદસ્તીથી પહેલાં માળે લઇ ગયો હતો. ત્યાં હાજર મિત્ર અને કિશોરે સગીરાને બેડ પર બેસાડી અમારી પાસે તારા અને તારા મિત્રના ફોટા છે, અમને કામ કરવા દે નહીંતર તે ફોટા તારા માતા પિતાને બતાવી દઈશું તેવી ધમકી આપી બે ત્રણ તમાચા મારી એકે દુષ્કર્મ કર્યું હતું.
વીડિયો વાઇરલ કરતા સગીરાએ માતાને જાણ કરી
મિત્રએ પોતાના મોબાઈલ ફોનમાં દુષ્કર્મનું રેકોર્ડીંગ કરી બાદમાં તેણે પણ દુષ્કર્મ કર્યું હતું. તે સમયે તેમના બે અન્ય મિત્રો બહાર ગેલેરીમાં ઉભા રહી કોઇ આવે નહીં તે જોતા હતા. સગીરાએ બનાવ અંગે કોઈને જાણ કરી નહોતી. પરંતુ બાદમાં હવસખોરોએ તેનો વીડિયો વાઇરલ કરતા સગીરાએ માતાને જાણ કરી હતી.
ચારેય સગીરોની અટકાયત
માતાએ પોલીસમાં જાણ કરતા સલાબતપુરા પોલીસે ગત મોડીરાત્રે સગીરાની ફરિયાદના આધારે દુષ્કર્મ, પોક્સો એક્ટ, આઈટી એક્ટ અને એટ્રોસીટી એક્ટ મુજબ ચાર સગીરો સામે ગુનો નોંધ્યો છે. હાલ સગીરાની ફરિયાદના આધારે મહોલ્લામાં જ રહેતા ચારેય કિશોરોની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).