Face Of Nation 01-05-2022 : IPL 2022ની 46મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે 13 રનથી સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું છે. SRHને 203 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેના જવાબમાં ટીમ માત્ર 189/6નો સ્કોર જ નોંધાવી શકી અને મેચ હારી ગઈ હતી. આ દરમિયાન CSK તરફથી મુકેશ ચૌધરીએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.
ચેન્નઈના ઓપનર્સની વિસ્ફોટક ઈનિંગ
ચેન્નઈના ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ ટીમને વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. બંને ખેલાડીએ પહેલી વિકેટ માટે 107 બોલમાં 182 રન કર્યા હતા. તેવામાં હૈદરાબાદના લગભગ દરેક બોલરને આ જોડીએ ચોગ્ગા-છગ્ગા ફટકારી ધોઈ નાખ્યા હતા. જોકે ત્યારપછી નટરાજને ઋતુરાજ ગાયકવાડને આઉટ કરી આ પાર્ટનરશિપ તોડી હતી. તમને જણાવી દઈએ કે ગાયકવાડ 57 બોલમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 99 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. આ યુવા ઓપનર માત્ર 1 રનથી પોતાની સદી ચૂકી ગયો હતો.
ચેન્નઈ સુપર કિંગ્સે પાવર પ્લેમાં પાવર બતાવ્યો
ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા ચેન્નઈની શરૂઆત ધીમી રહી હતી. આ દરમિયાન ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ પાવર પ્લેમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 40 રન જોડ્યા હતા. જોકે પાવરપ્લેમાં CSKની ટીમે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તો બીજીતરફ ગાયકવાડે તેની ઇનિંગ્સના 23મા રન સાથે, CSKનો ઓપનર ઋતુરાજ ગાયકવાડ સચિન તેંડુલકર સાથે સંયુક્ત રીતે IPLમાં સૌથી ઝડપી 1,000 રન કરનારો ભારતીય ખેલાડી બની ગયો છે. ઋતુરાજે પોતાની 31મી ઇનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.
મહેન્દ્ર સિંહ ધોનીનું મોટું નિવેદન
આ મેચ એટલા માટે ખાસ છે કારણ કે મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન તરીકે કમબેક કરી રહ્યા છે. શનિવારે રવિન્દ્ર જાડેજાએ ચેન્નઈની કેપ્ટન્શિપ છોડીને ધોનીને પરત સોંપી દીધી હતી. તેવામાં ટોસ દરમિયાન જ્યારે ધોનીને પૂછવામાં આવ્યું કે શું તે આગળ પણ પીળી જર્સી (CSK માટે) રમતા જોવા મળશે. આના પર ધોનીએ હસીને જવાબ આપ્યો હતો કે અલબત્ત, તમે મને ફક્ત પીળી જર્સીમાં જ જોશો, પરંતુ તે આ હશે કે અન્ય કોઈ તેના વિશે હું જાણતો નથી. આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Sports IPL-2022:ચેન્નઈએ હૈદરાબાદને 13 રને હરાવ્યું,ટીમને ફળી ‘ધોની’ની કેપ્ટનશીપ, મુકેશ ચૌધરીએ લીધી ચાર...