Home News સાપુતારામાં વરસાદી માહોલથી ખીલી ઉઠી પ્રકૃતિ,વાતાવરણની આહલાદકતાને માણવા દોડી પહોંચ્યા પ્રવાસીઓ

સાપુતારામાં વરસાદી માહોલથી ખીલી ઉઠી પ્રકૃતિ,વાતાવરણની આહલાદકતાને માણવા દોડી પહોંચ્યા પ્રવાસીઓ

સાપુતારામાં 24 કલાકામં 36મીમી વરસાદ
આહલાદક વાતાવરણને માણવા લોકો ઉમટયાં

Face of Nation:દક્ષિણ ગુજરાતમાં છેલ્લા અઠવાડીયાથી વરસાદી માહોલ બરાબર જામ્યો છે. ધીમી ધારે વરસતા વરસાદને પગલે સાપુતારામાં સહેલાણીઓ ઉમટી રહ્યાં છે. સાપુતારામાં વિતેલા 24 કલાકમાં 36મીમી હળવો વરસાદ વરસ્યો છે. ડાંગમાં અઢી ઈંચ વરસાદ વરસતા ઝરણાઓ અને ધોધ વહેતાં થઈ ગયાં છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતાં પ્રવાસીઓએ પણ સાપુતારા અને ડાંગની વાટ પકડી છે.

ડાંગમાં હળવો વરસાદ

૯ જુલાઇ ૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ૬૪ મી.મી., આહવા તાલુકામાં ૩૦ મી.મી., વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૨૨ મી.મી. અને તાપી જિલ્લાનાં વ્યારામાં ૧૬ મી.મી. વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત ડેડીયાપાડા, વાલોડ, ચિખલી અને ધરમપુરમાં ૧૧ મી.મી એટલે કે અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે અન્ય ૨૫ તાલુકાઓમાં અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો.