Face Of Nation 02-05-2022 : સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ નશીલા પદાર્થના વેપલાનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ફરી નશાનો કાળા કારોબાર કરતા શખસને SOGએ ઝડપી પાડ્યો છે. ડ્રગ્સ પેડલર ડ્રગ્સને શહેરમાં ઘૂસાડવા માટે ગજબના કિમીયા અપનાવતા હોય છે. ત્યારે આજે ઝડપાયેલા શખસે ચપ્પલમાં ડ્રગ્સનો જથ્થો છૂપાવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ શખસ વિદ્યાર્થીઓ અને યુવાનોને ડ્રગ્સ પહોંચાડતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. શહેરના રામનાથપરા વિસ્તારમાં ચપ્પલ અંદર હેરોઇન અને મેફેડ્રોનના જથ્થા સાથે કુલ 5,49,250નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પકડાયેલો આરોપી અગાઉ પણ NDPS તેમજ પ્રોહિબિશન સહિત 5 જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
પગના સ્લીપરમાં સોલની અંદર ડ્રગ્સ છૂપાવી દેતો હતો
પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પગમાં પહેરવાના સ્લીપરની અંદર સોલ હોય તેની અંદર ડ્રગ્સ છૂપાવી દેતો હતો અને બાદમાં તેને ફેવિક્વિકથી ચોટાડી દેતો હતો. ગુજરાત બહારથી ડ્રગ્સ લાવ્યો હતો. અગાઉ 2020માં ડ્રગ્સના ગુનામાં પકડાયેલો છે અને દારૂ અને હથિયાર રાખવાના ગુનામાં પકડાયેલો છે. પોતે પણ ડ્રગ્સનો વપરાશ કરતો હતો. હાલ MD ડ્રગ્સ અલગ અલગ શાળા-કોલેજોમાં વેચાય રહ્યું છે તેને શોધવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કોઈ પણ પાસે આવી માહિતી હોય તો હેલ્પલાઈન નંબરમાં જરૂરથી જણાવો અને અમે તેની સામે કાર્યવાહી કરીશું.
પોલીસે 5.49 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
રાજકોટ પોલીસે પકડેલા આરોપી પાસેથી 16,650 કિંમતનો 3.330 ગ્રામ હેરોઇન અને 5.27 લાખ કિંમતનો 52.400 ગ્રામ મેફેડ્રોનનો જથ્થા સહિત કુલ 5 લાખ 49 હજારનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલો આરોપી અગાઉ પણ NDPS તેમજ પ્રોહિબિશન સહિત 5 જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. આ સાથે આરોપી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યો અન્ય કોઈને આપવાનો હતો કે કેમ સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે.
રાજકોટ માદક દ્રવ્યોના કાળા કારોબારનું એપી સેન્ટર
રંગીલું રાજકોટ માદક દ્રવ્યોના કાળા કારોબારનું એપી સેન્ટર બની ગયું છે, એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. શહેરમાં જેટલી સહેલાઈથી પાન-માવા વેચાય છે એટલી જ સહેલાઈથી પેડલરો ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહ્યા છે. અગાઉ મહિલા ડ્રગ્સ પેડલર સુધા ધામેલિયા શહેરમાં યુવાનોને રીતસર ટાર્ગેટ કરીને પહેલા નશાના બંધાણી અને પછી પેડલર બનવા તરફ ધકેલવાની મોડસ ઓપરેન્ડી ચલાવી રહ્યાનું બહાર આવ્યું હતું અને બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. રૈયાધાર અને જંગલેશ્વરને નશાના કારોબારનું એપી સેન્ટર બની ગયું છે.
રાજકોટ નશાના કારોબારનું એપી સેન્ટર બનતું જાય છે
રાજકોટમાં થોડા સમય પહેલાં એક યુવા ક્રિકેટરની માતાએ ડ્રગ્સના કાળા કારોબારના કૌભાંડનો ઘટસ્ફોટ કર્યો હતો. તેણે તો 8 પેડલરનાં નામ પણ જાહેર કર્યાં હતાં, જેને કારણે પોલીસ પણ સક્રિય થઈ અને ડ્રગ્સ-પેડલરને પકડી પાડવા દરોડા શરૂ કર્યા હતા. ડ્રગ્સનું દૂષણ ખાલી મુંબઈ કે મહાનગરો પૂરતું જ સીમિત હોય એવું નથી, હવે ગુજરાત પણ ડ્રગ્સનાં દૂષણની નાગચૂડમાં સપડાય રહ્યું છે. રાજકોટની જ વાત કરીએ તો આ શહેર આજે નશાના કાળા કારોબારમાં સમગ્ર સૌરાષ્ટ્રનું એપી સેન્ટર બની ગયું હોય એમ લાગી રહ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Religion ડ્રગ્સ પેડલર: “રંગીલું” રાજકોટમાં પગમાં પહેરવાના સ્લીપરને ચીરી અંદર 5.49 લાખનું હેરોઇન...