Face Of Nation 02-05-2022 : યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે રશિયાના ડોનબાસ હુમલો સફળ થઈ શકો નથી. કારણ કે અમેરિકાએ 12 ફ્લાઈટ મારફતે જે હથિયારો મોકલ્યા હતા તેનાથી શક્તિમાં વધારો થયો છે. બીજી બાજુ યુક્રેને પણ દાવો કર્યો છે કે યુદ્ધમાં અત્યાર સુધીમાં 219 બાળકોના મોત થયા છે અને 404 બાળકો ઈજાગ્રસ્ત થયા છે. તો બીજીતરફ યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે તેણે શનિવારે ખાર્કિવ વિસ્તારમાં ચાર ગામ પર નિયંત્રણ હાંસલ કરી લીધુ છે. રશિયાની સેના પૂર્વમાં ઝડપભેર વિશાળ ક્ષેત્રો પર જલ્દીથી નિયંત્રણ મેળવવાની યોજનામાં સફળ નિવડી નથી.
યુક્રેન ઉપર ચોતરફથી હુમલા થઈ શકે છે
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વિજય દિવસ નિમિતે યુક્રેન સામે ચોતરફથી હુમલા કરવાની જાહેરાત કરી શકે છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે કીવ પર કબ્જો કરવામાં નિષ્ફળતા મળતા સેનાને શરમજનક સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિનો બદલો લેવા માટે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સત્તાવાર રીતે યુક્રેન સામે 9મી મેના રોજ યુદ્ધની જાહેરાત કરી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home World યુક્રેનની સેનાએ કર્યો દાવો; ખાર્કિવ વિસ્તારના ચાર ગામો રશિયા પાસેથી પોતાના નિયંત્રણમાં...