Face Of Nation 02-05-2022 : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કેન્સરની સર્જરી માટે તૈયાર થઈ ગયા છે. પુતિન કથિત રીતે કટ્ટરપંથી પૂર્વી એફએસબી પ્રમુખ નિકોલાઈ પેત્રુશેવને આક્રમણ પર અસ્થાયી નિયંત્રણ માટે નોમિનેટ કરશે. ક્રેમલિનના એક અંદરના સુત્રએ આ દાવો કર્યો છે.
વ્લાદિમીર પુતિનને પેટનું કેન્સર છે
જનરલ એસવીઆરે જણાવ્યું કે, પુતિનને પેટનું કેન્સર છે. 18 મહિના પહેલા તેને પાર્કિસન્સ પણ થઈ ગયું છે. વ્લાદિમીર પુતિને કથિત રીતે કેન્સરની સર્જરી કરાવવામાં વિલંબ કર્યો છે. સમાચાર એવી અટકળોની વચ્ચે આવ્યા છે કે પુતિન સમગ્ર યુક્રેનમાં ચારેય બાજુએ યુદ્ધ શરૂ કરશે. અગાઉ આ સર્જરીને એપ્રિલના બીજા સપ્તાહમાં નિર્ધારિત કરવામાં આવી હતી. જોકે તેમાં વિલંબ થયો છે.
પુતિનની તબિયત ખરાબ હોવા વિશે સતત અસ્વીકાર
પુતિનને ઓપરેશન કરાવવાનું કહેવામાં આવ્યું હતું, જેની તારીખ પર ચર્ચા થઈ રહી છે. તેમાં મતિભ્રમ અને ઉન્માદ સહિત સિજોફ્રેનિયાના લક્ષણ હોય છે. ક્રેમલિને પહેલા હમેશાંથી દ્રઢતાથી ઈન્કાર કર્યો છે કે પુતિનને હેલ્થની સમસ્યાઓ છે. જનરલ એસવીઆરનું વિવરણ આપનારા વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે ક્રેમલિન સૈન્યમાં ઉચ્ચ રેન્કિંગ પર રહેલા એક ભૂતપૂર્વ અધિકારીએ કહ્યું કે પુતિને ચર્ચા કરી છે કે તેમણે ઓપરેશન કરાવવું પડશે. તો બીજીતરફ રશિયાની સુરક્ષા પરિષદના 70 વર્ષીય સચિવ પેત્રુશેવની યુદ્ધની રણનીતી બનાવવામાં મુખ્ય ભૂમિકા છે. પત્રુશેવ જ એ વ્યક્તિ છે, જેણે પુતિનને આશ્વાસન આપ્યું કે કીવ નવ નાજિયોથી ભરેલું છે. તેનો સ્ત્રોત ક્રેમલિનમાં એક સારી રીતે રાખવામાં આવેલો વ્યક્તિ છે.
વ્લાદિમીર પુતિન સર્જરી પછી અક્ષમ થઈ શકે છે
હું એ જાણતો નથી કે કેટલા સમય સુધી પુતિન સર્જરી પછી અક્ષમ થઈ શકે છે. તે થોડા સમય માટે અક્ષમ બની શકે છે. પુતિન સત્તા બીજાને આપવા તૈયાર નથી પરંતુ રશિયા અને યુદ્ધના પ્રયત્નોને નિયંત્રિત કરવા માટે પુતિન બીજાને સત્તા સોંપવા તૈયાર થયા છે. પુતિનનનું તાત્કાલિક ઓપરેશન થવાનું છે અને આ કારણે દેશનું વાસ્તવિક નિયંત્રણ કદાચ બે કે ત્રણ દિવસ સુધી પુત્રશેવની પાસે હશે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારનું પગલું અચરજ પમાડનારું હશે. રશિયાના બંધારણ મુજબ સત્તા સંપૂર્ણ રીતે પ્રધાનમંત્રી પાસે હોવી જોઈએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home World રશિયાના રાષ્ટ્રપતિને “પેટનું કેન્સર”; યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે પુતિન કેન્સરની કરાવશે સર્જરી,...