Face Of Nation 02-05-2022 : યાત્રાધામ અંબાજી મંદિરની આરતીના અને દર્શનના સમયમાં દર્શનાર્થીઓ માટે ફેરફાર કરાયો છે. અંબાજી મંદિરમાં આવતીકાલથી દિવસમાં ત્રણવાર મા અંબાની આરતી થશે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે અંબાજી મંદિરની અંદર આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવ્યું છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર અંબાજી યાત્રાળુઓની સગવડતા ખાતર ત્રીજી મેં વૈશાખ સુદ ત્રીજથી 30મી જૂન 2022 ને અષાઢ સુદ એકમ સુધી અંબાજી માતાની આરતી તથા દર્શન ના સમયે સવારે આરતી 07:00 થી 07:30, સવારે દર્શન 07:00 થી 10:45 રાજભોગ આરતી 12:30 થી 01:00 બપોરે દર્શન 01:00 થી 04:30 સાંજે આરતી 07:00 થી 07:30 દર્શન સાંજે 07:30 થી 09:00 સુધીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને 3 મે 2022 થી તા 30 જૂન 2022 સુધી માતાજીનો અન્નકૂટ થઈ શકશે નહીં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Religion યાત્રાધામ અંબાજી મંદિરના આરતી અને દર્શનના સમયમાં ઋતુ પ્રમાણે કરાયો ફેરફાર, આવતીકાલથી...