Face Of Nation 02-05-2022 : જયપુર સહિત અન્ય રાજ્યોમાં એક નવી બીમારીનું જોખમ ઊભુ થયું છે. હકીકતમાં છેલ્લા કેટલાક દિવસથી જયપુર સહિત ઘણાં શહેરોમાં બાળકોમાં ઊલટી, પેટમાં દુખાવો અને તાવના કેસ વધી રહ્યા છે. શરૂઆતમાં ડોક્ટર્સ આ બીમારીને ગેસ્ટ્રો એન્ટેરાઈટિસ માનતા હતા, પરંતુ મોટા ભાગનાં બાળકોની તપાસમાં અલગ અલગ પરિણામો મળતાં ડોક્ટર્સ પણ કન્ફ્યુઝ થઈ ગયા છે કે આ કઈ બીમારી છે કે કયો વાઇરસ છે. જોકે હજી એ સ્પષ્ટ નથી થયું કે આ કોઈ નવી બીમારી છે કે જૂની, બીમારીનો જ કોઈ વાઈરસ છે, પરંતુ આ સ્થિતિના કારણે રાજસ્થાનના દરેક ડોક્ટર ચિંતામાં ચોક્કસ મુકાઈ ગયા છે.
આઠમાંથી એક બાળકને દાખલ કરવામાં આવે છે
રાજસ્થાનમાં બાળકોની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જેકે લોનમાં રોજ ઓપીડીમાં 700-800 નવા કેસ આવી રહ્યા છે, જેમાંથી 12 ટકા બાળકોને એડમિટ કરવામાં આવી રહ્યાં છે, એટલે કે દર 8માંથી એક બાળકને દાખલ કરવામાં આવે છે. જેકે લોન હોસ્પિટલના ડોક્ટર્સ અને એસોસિયેટ પ્રો. ડો. પ્રિયાંશુ માથુરના જણાવ્યા પ્રમાણે, આ બાળકોને 7 દિવસ સુધી એડમિટ રાખવાં પડે છે. જોકે સારી વાત એ છે કે આ બીમારીમાં હજી સુધી કોઈ બાળકનું મોત નથી થયું.
રિસર્ચ કરી રહ્યા છે કે આ કોઈ નવી બીમારી તો નથીને!
એસએમએસ હોસ્પિટલના પીડિયાટ્રિક મેડિસિન ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડૉ. કૈલાસ મીણાએ કહ્યું- જયપુર જ નહીં, પરંતુ જોધપુર, કોટા, અજમેર, બિકાનેર સહિત રાજ્યનાં ઘણાં મોટાં શહેરોમાં મોટી સંખ્યામાં બાળકોમાં આ બીમારી જોવા મળી રહી છે. આમાંથી ઘણાં બાળકોમાં ગેસ્ટ્રો એન્ટેરાઈટિસ વાઇરસ સિવાય કોવિડ પોઝિટિવ અને અન્ય ફ્લૂથી સંક્રમિત હોવાનો રિપોર્ટ પણ મળી રહ્યો છે. ડોક્ટર્સ આ વિશે રિસર્ચ કરી રહ્યા છે કે આ કોઈ નવી બીમારી તો નથીને. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).