Home News રડી પડ્યાં “યોગી”, 5 વર્ષ પછી પોતાના પહોંચ્યા ઘરે, સંન્યાસના 28 વર્ષ...

રડી પડ્યાં “યોગી”, 5 વર્ષ પછી પોતાના પહોંચ્યા ઘરે, સંન્યાસના 28 વર્ષ પછી પોતાના ઘરમાં વિતાવશે રાત; ‘આજે હું જે કંઈ છું તે માતા-પિતાને કારણે જ છું’!

Face Of Nation 03-05-2022 : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંગળવારે ત્રણ દિવસની યાત્રા અંતર્ગત ઉત્તરાખંડ પહોંચ્યા. આ દરમિયાન મુખ્યમંત્રીએ મહંત અવૈધનાથની પ્રતિમાનું અનાવરણ કર્યું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાન ઘર પંચુર પહોંચી ગયા છે. યોગી પાંચ વર્ષ પછી પોતાના પૈતૃક ગામ પંચુર યમકેશ્વર (પૌડી ગઢવાલ) પહોંચ્યા છે. સંન્યાસ લીધાને 28 વર્ષ પછી પહેલી વખત તેઓ પોતાના ઘરમાં રાત વિતાવશે. યોગી લગભગ 2.15 વાગ્યે દેહરાદૂનના જૌલીગ્રાંટ એરપોર્ટ પહોંચ્યા, જ્યાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સહિત કેબિનેટ મંત્રીઓએ તેમનું સ્વાગત કર્યું. જે બાદ હેલિકોપ્ટરથી યોગી અનેક મંત્રીની સાથે યમકેશ્વર જવા રવાના થયા.
5 વર્ષ પછી યોગી પોતાના 84 વર્ષના માતાને મળશે
કાર્યક્રમ પછી યોગીનો કાફલો તેમના ગામ પંચુર તરફ આગળ વધ્યો. માત્ર 2 કિલોમીટરનો સફર પૂરો કરીને યોગી પોતાના ઘરે પહોંચ્યા. પરિવાર સહિત આખું ગામ તેમના સ્વાગત માટે તૈયાર હતું. પૂરાં 5 વર્ષ પછી યોગી પોતાના 84 વર્ષના માતાને મળશે.
‘હું 35 વર્ષ પછી મારા સ્કૂલના ગુરુઓને મળી રહ્યો છું’
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંચ પર લોકોને સંબોધિત કરતા કહ્યું, “આજે ગુરુની મૂર્તિનું અનાવરણ કરવા અને મારા સ્કૂલી ગુરુઓનું સન્માન કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. હું 35 વર્ષ પછી મારા સ્કૂલના ગુરુઓને મળી રહ્યો છું. હું આજે જં કંઈ પણ છું તે હું માતા-પિતા અને ગુરુ અવેધનાથના કારણે જ છું.” આ દરમિયાન તેઓ પોતાના ગુરુઓને યાદ કરીને ભાવુક થઈ ગયા. યોગીએ કહ્યું, “ઉત્તરપ્રદેશ માફિયાઓની કમર હવે તૂટી ગઈ છે. હવે તેઓ સીધા ઊભા નથી રહી શકતા. કોરોના કાળમાં અમે લોકોને ફ્રી ચિકિત્સાની સુવિધા આપી. એવી જ વ્યવસ્થા અમને હવે ઉત્તરાખંડમાં જોવા મળી રહી છે, જ્યારથી અમારી ભાજપની સરકાર અહીં આવી છે.” તો બીજીતરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાની સ્કૂલના શિક્ષકોને સન્માનિત કર્યા. 6 શિક્ષકોને શાલ આપીને તેમનો આભાર માન્યો. તેમને કહ્યું કે હું અહીં ધોરણ 1થી 9 સુધી ભણ્યો છું. મને યાદ છે કે 1940થી 2014 સુધી મારા ગુરુ અહીં ન આવી શક્યા. જ્યારે કે તેમનો જન્મ અહીં જ થયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).