Face Of Nation 03-05-2022 : IPLની 48મી મેચમાં પંજાબે ગુજરાતને 8 વિકેટે હરાવ્યું છે. ગુજરાત ટાઈટન્સે પંજાબને જીતવા 144 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પંજાબ તરફથી શિખર ધવન અને રાજપક્ષેએ શાનદાર બેટિંગ કરી ગુજરાતના બોલરોને વિકેટ માટે તરસાવ્યા હતા. શિખર ધવને અણનમ 62 રનની ઈનિંગ રમી અને રાજપક્ષે 40 રન બનાવી આઉટ થયો હતો. લિવિંગસ્ટોને પણ 10 બોલમાં શાનદાર 30 રન ફટકાર્યા હતા. સાઈ સુદર્શન સિવાય કોઈ પણ બેટ્સમેન ગુજરાત માટે સારી ઈનિંગ રમી શક્યો નહોતો. પંજાબના બોલરોએ પ્રથમ ઓવરથી જ ગુજરાત પર દબાણ બનાવી રાખ્યું હતું.
સુદર્શન સિવાય બધા બેટર ફેલ, રબાડાની 4 વિકેટ
સાઈ સુદર્શને શાનદાર બેટિંગ કરીને 42 બોલમાં પોતાની IPL કારકિર્દીની પ્રથમ અડધી સદી પૂરી કરી હતી. નંબર 3 પર બેટિંગ કરતા, સાઈએ ટીમ માટે એકલો લડી રહ્યો હતો અને 128ના સ્ટ્રાઈક રેટથી અણનમ 64 રન બનાવ્યા. તો બીજીતરફ મેચમાં કાગિસો રબાડાએ શાનદાર બોલિંગ કરી, તેણે 35 રનમાં 4 વિકેટ ઝડપી. તેણે રાહુલ તિવેટિયા અને રાશિદ ખાનને સતત બે બોલમાં આઉટ કર્યા હતા. રબાડા ઉપરાંત ઋષિ ધવન અને લિયામ લિવિંગસ્ટોનને એક-એક વિકેટ મળી છે.
ન કેપ્ટન ચાલ્યો કે ન ઓપનર્સ
ચોથી ઓવર સુધીમાં ગુજરાતના બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા હતા. શુભમન ગિલ 9 રન બનાવીને આઉટ થયો હતો. તે જ સમયે, રિદ્ધિમાને 21 રનમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાનું બેટ પણ ચાલ્યું ન હતું. તે 7 બોલમાં માત્ર એક રન બનાવી શક્યો હતો અને ઋષિ ધવનનો શિકાર બન્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Sports IPL-2022 : રબાડાએ ગુજરાતના ‘દાંડિયા’ ઉડાડ્યા, પંજાબે ગુજરાતને 8 વિકેટે હરાવ્યું, ‘ગબ્બર’...