Face Of Nation 03-05-2022 : ડેનમાર્કમાં પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સન સાથે મહત્વની મુલાકાત યોજ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ હવે ત્યા વસવાટ કરી રહેલા ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા છે. બેલા સેન્ટરમાં મોટી સંખ્યામાં આવેલા ભારતીય સમુદાયના લોકો સાથે તેમના મનની વાત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિકસને પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની યુરોપ યાત્રાના બીજા દિવસે આજે ડેનમાર્ક પહોંચ્યા છે.કોપેનહેગન એરપોર્ટ પર પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિકસને તેમનું સ્વાગત કર્યું હતુ. અહીંથી પ્રધાનમંત્રી મોદી ફ્રેડરિકસનના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી ફ્રેડરિકસન સાથે ગ્રીન સ્ટ્રેટજીક પાર્ટનર અને દ્વિપક્ષીય સંબંધ જેવા મુદ્દે ડિલિગેશન લેવલની બેઠક યોજી હતી તથા સંયુક્ત પત્રકાર પરિષદનું પણ આયોજન કર્યું હતું. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી તથા પ્રધાનમંત્રી ફ્રેડરિકસને ઈન્ડિયા-ડેનમાર્ક બિઝનેસ ફોરમમાં ભાગ લીધો હતો.
મોદીએ કહ્યું- ભારતમાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય
ફોરમમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું- અત્યારે સોશિયલ મીડિયા પર એક શબ્દ ઘણો લોકપ્રિય થઈ રહ્યો છે. આ શબ્દ છે-FOMO એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ. આજે જો આપણે ભારતમાં વ્યાપારને લગતા સુધારા અને રોકાણને લગતી તકો જોઈએ તો કહી શકાય છે કે જેઓ આ સમયે ભારતમાં રોકાણ નહીં કરે તેઓ ચોક્કસપણે એક સારી તક ગુમાવી દેશે. પ્રધાનમંત્રી મોદીની વાતનો જવાબ આપતા ડેનિશ પ્રધાનમંત્રીએ કહ્યું- મને અત્યાર સુધી લાગતુ હતું કે FOMO ફક્ત ફ્રાઈડે નાઈટ અથવા પાર્ટીઓ માટે જ ઉપયોગમાં લેવાય છે, પણ હવે મને સમજાયું કે આ શબ્દ ભારત વિશે છે.
મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાની અપીલ કરી
ડેલિગેશન લેવલની બેઠકમાં બે દેશોના ગ્રીન સ્ટ્રેટીજીક પાર્ટનરશિપમાં વિકાસ અંગે સમિક્ષા કરી. બન્ને નેતાએ સ્કીલ ડેવલપમેન્ટ, ક્લાઈમેટ, પુનઃપ્રાપ્ય ઊર્જા, આર્કટિક, P2P સંબંધ જેવા મુદ્દે ચર્ચા કરી છે. જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ લોકોને ન માત્ર ઓટોગ્રાફ આપ્યા, પરંતુ હાથ જોડીને તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. જતાં જતાં લોકોએ તેમને કહ્યું- વી લવ યુ સર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના યુરોપ પ્રવાસના બીજા દિવસે એટલે કે આજે ડેનમાર્કની મુલાકાત લેશે. અહીં ડેન્માર્કની રાજધાની કોપનહેગનમાં પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિકસનની સાથે મુલાકાત કરશે. ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ અને દ્વિપક્ષીય સંબંધો આ બેઠકના મુખ્ય મુદ્દાઓ હશે. આ સાથે ભારત-ડેનમાર્ક રાઉન્ડ ટેબલ બેઠકમાં ભાગ લેશે અને ડેનમાર્કમાં ભારતીય સમુદાયને પણ સંબોધન કરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized ડેનમાર્કમાં મોદીએ કહ્યું-વિશ્વને તબાહ કરવામાં ‘ભારતની કોઈ જ ભૂમિકા રહી નથી’, ભારત...