https://youtu.be/71bZchShtV0
Face Of Nation 03-05-2022 : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નેપાળના એક અંગત પ્રવાસે ગયા છે. તેમની એક નેપાળી ફ્રેન્ડ સુમનિમા ઉદાસના લગ્નમાં સામેલ થવા કાઠમંડુ પહોંચ્યા છે. આ દરમિયાન નેપાળ પ્રવાસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વીડિયોમાં રાહુલ ગાંધી એક નાઈટ ક્લબમાં જોવા મળે છે. આ નાઈટ ક્લબ Lord of the Drinks છે. જોકે રાહુલ જે મહિલા મિત્રના લગ્નમાં કાઠમંડુ પહોંચ્યા છે તે સુમનિમા ઉદાસે એક સમયે નેપાળના વિવાદાસ્પદ નક્શાનાં વખાણ કર્યાં હતાં કહ્યું હતું કે, આ ઘણા દશકા પહેલાં થઈ જવાની જરૂર હતી.
પાંચમી મેના રોજ રિસેપ્શન રાખવામાં આવ્યું છે
રાહુલ ગાંધી કાઠમંડુ એરપોર્ટ પહોંચ્યા પછી તેમના ત્રણ મિત્રોની સાથે મેરિયોટ હોટલમાં રોકાયા છે. તેઓ અહીં તેમની નેપાળી ફ્રેન્ડ સુમનિમા ઉદાસના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા છે.આ વિશે સુમિનામાના પિતા અને મ્યાનમારમાં નેપાળના રાજદૂત રહેલા ભીમ ઉદાસે કહ્યું હતું કે અમે રાહુલ ગાંધીને મારી દીકરીના લગ્નમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. સુમોનિમાના પાંચમી મેના રોજ રિસેપ્શન રાખવામાં આવ્યું છે.સુમનિમાના લગ્ન નીમા માર્ટિન શેરપા સાથે થવાના છે. ભારતીય સેલિબ્રિટીઓ સુમનિમાના લગ્નમાં સામેલ થવા પહોંચ્યા છે.
સુમનિમાએ નેપાળના વિવાદાસ્પદ નક્શાનાં કર્યાં હતાં વખાણ
સુમનિમાએ 2 વર્ષ પહેલાં મે 2020માં નેપાળના જાહેર કરાયેલા વિવાદાસ્પદ નક્શાનાં વખાણ કર્યાં હતાં. 22મી મેના રોજ પોતાની એક પોસ્ટમાં સીએનએનના એક ન્યૂઝની લિંક શેર કરીને સુમનિમાએ લખ્યું હતું કે નેપાળે નવો નક્શો જાહેર કર્યો છે. આ દશકાઓ પહેલાં કરી દેવાની જરૂર હતી. સ્ટોરી માટે સુગમને થેન્ક્સ.
ભારતે નેપાળના આ નક્શાનો વિરોધ પણ કર્યો હતો
નેપાળે 2020માં વિવાદાસ્પદ નક્શો જાહેર કર્યો હતો, જેમાં ભારતીય જમીનનો અમુક હિસ્સો નેપાળમાં દર્શાવવામાં આવ્યો હતો. નેપાળ તરફથી રિસર્ચ આધારિત જાહેર કરવામાં આવેલા નક્શામાં ભારતની સીમા સાથે જોડાયેલા લિપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરા વિસ્તાર પર નેપાળે દાવો કર્યો હતો. જ્યારે ભારતીય નક્શામાં આ વિસ્તારો ઉત્તરાખંડમાં આવે છે. ભારત માટે આ વિસ્તારો ઘણાં મહત્ત્વના છે અને તેથી ભારતે નેપાળના આ નક્શાનો વિરોધ પણ કર્યો હતો. ત્યાર પછી સપ્ટેમ્બર 2020માં ભારતના સખત વિરોધ પછી નેપાળ સરકારે વિવાદાસ્પદ નક્શાનું વિતરણ બંધ કર્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).