Face Of Nation 04-05-2022 : દર વર્ષે ઈદ પર શાહરુખ ખાન અને સલમાન ખાનના ઘરની બહાર ભારે ભીડ એકઠી થતી હોય છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી આવું થઈ શક્યું નથી. આ વખતે જ્યારે સ્થિતિ સામાન્ય છે ત્યારે ઈદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારથી જ શાહરૂખ અને સલમાનના ઘરની બહાર ફેન્સ ભેગા થઇ ગયા હતા. દરેક જણ રાહ જોઈ રહ્યું હતું કે ક્યારે તેમના પ્રિય સ્ટાર્સ બહાર નીકળશે અને પોતાની એક ઝલક બતાવશે. આખરે સાંજે તેણે પોતાના ફેન્સની ઇચ્છા પૂરી કરી હતી. તે તેમના માટે ઈદીથી ઓછું નથી.
https://youtu.be/S8aaQ4nyscw
મન્નતની બાલ્કનીમાં શાહરૂખ ખાન
શાહરૂખ દરેક ખાસ પ્રસંગે પોતાના બંગલા મન્નતની બાલ્કનીમાં આવે છે. તેણે ત્યાં ઊભા રહીને ચાહકો સાથે હાથ મિલાવ્યા હતા અને તેમનો આભાર માન્યો હતો. આ સમય દરમિયાન કિંગ ખાન કેઝ્યુઅલ લુકમાં હતો. તેણે બ્લુ ટી-શર્ટ સાથે બ્લુ ડેનિમ પહેર્યું હતું. આ સાથે તેણે બ્લુ કલરના સનગ્લાસ પહેર્યા હતા. આર્યન કેસ બાદ પહેલીવાર શાહરૂખ બાલ્કનીમાંથી આ રીતે ફેન્સને મળવા આવ્યો છે. આ પહેલાં તે તેના જન્મદિવસે નહોતો આવ્યો. સામાન્ય રીતે તે પોતાના જન્મદિવસ પર આ જ રીતે બાલ્કનીમાં આવે છે.
https://youtu.be/0mPQCt-YSzI
‘સલમાને ઘરના ટેરેસ’ પરથી ચાહકોને કર્યું સલામ
તો બીજી તરફ સલમાન ખાનના ઘરની બહારથી વીડિયો અને તસવીરો આવી છે. જ્યાં હજારો ચાહકો એકઠા થતા જોવા મળ્યા હતા. સલમાન પોતાના ‘સલમાને ઘરના ટેરેસ’ પર આવ્યો હતો. તેમણે ત્યાં હાજર લોકોને સલામ કરી હતી. ઈદના અવસર પર સલમાને બ્લૂ કુર્તા પહેર્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).