Face Of Nation 04-05-2022 : ગયા સપ્તાહે જ ટ્વિટરને ખરીદ્યા બાદ ચર્ચામાં રહેલા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક અને ટ્વિટર કંપની ફરી એક વાર ચર્ચામાં છે. આ વખતે ચર્ચાનો વિષય એવો છે કે જે તેના યુઝર્સ સાથે જોડાયેલ છે. એલન મસ્કે તેને ખરીદ્યા બાદ સ્પષ્ટ કર્યું છે કે, ભવિષ્યમાં હવે ટ્વિટરનો ઉપયોગ કરવા માટે કોમર્શિયલ અને સરકારી યુઝર્સને ચાર્જ ચૂકવવો પડશે. એલન મસ્કે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. જો કે, તેઓએ સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તે તેના કેઝ્યુઅલ યુઝર્સ માટે હંમેશાની જેમ ફ્રી રહેશે.
એલન મસ્કે શું ટ્વિટ કર્યું?
એલન મસ્કે પોતાના ટ્વિટમાં કહ્યું કે, “ટ્વિટર હંમેશા કેઝ્યુઅલ યુઝર્સ માટે ફ્રી રહેશે. પરંતુ કોમર્શિયલ અને સરકારી યુઝર્સે આ માટે થોડીક કિંમત ચૂકવવી પડી શકે છે.” અમેરિકામાં તેના લગભગ 4 કરોડ ડેઈલી એક્ટિવ યુઝર્સ છે. એલન મસ્ક ઈચ્છે છે કે, અમેરિકામાં હજુ વધારે યુઝર્સ ટ્વિટરનો ઉપયોગ કરે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized હવેથી “કોમર્શિયલ અને સરકારી યુઝર્સે” ટ્વિટરનો ઉપયોગ કરવા માટે ચૂકવવો પડશે ‘ચાર્જ’,...