Home Sports IPL-2022 : “માહી”ની ટીમ લગભગ પ્લેઓફની બહાર; બેંગ્લોરે ચેન્નઈને 13 રને હરાવ્યું,...

IPL-2022 : “માહી”ની ટીમ લગભગ પ્લેઓફની બહાર; બેંગ્લોરે ચેન્નઈને 13 રને હરાવ્યું, હર્ષલની ત્રણ વિકેટ!

Face Of Nation 04-05-2022 : IPL 2022ની 49મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 13 રનથી ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું છે. CSK પાસે 174 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ટીમ 160/8નો સ્કોર જ નોંધાવી શકી અને મેચ હારી ગઈ છે. ડેવોન કોનવેએ સૌથી વધુ 56 રન કર્યા હતા. વળી ચેન્નઈ 7મી મેચ હારી લગભગ પ્લેઓફ રેસની બહાર થઈ ગયું છે.તો બીજીતરફ સતત ત્રણ હાર પછી બેંગલુરુની આ પ્રથમ જીત છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી RCBએ 11માંથી 6 મેચ જીતી છે અને 5માં હારનો સામનો કર્યો છે. આની સાથે જ ચેન્નઈની 10 મેચમાં આ સાતમી હાર છે. ટીમ માત્ર 3 મેચ જીતી શકી છે. તો બીજીતરફ કિવી ઓપનર ડેવોન કોનવેએ શાનદાર બેટિંગ કરતા આ ટૂર્નામેન્ટમાં સતત બીજી ફિફ્ટી પૂરી કરી લીધી હતી. જોકે, તે હાઈસ્કોરિંગ ઇનિંગ રમી શક્યો નહોતો અને 37 બોલમાં 56 રન કરીને આઉટ થયો હતો. તેણે છેલ્લી મેચમાં હૈદરાબાદ સામે અણનમ 85 રન કર્યા હતા.
કોહલીની ધીમી ઈનિંગનો અંત, મોઇને 150 વિકેટ પૂરી કરી
વિરાટ કોહલી 33 બોલમાં 30 રન કરીને આઉટ થયો હતો. મોઈન અલીએ વિરાટને ક્લીન બોલ્ડ કરી ચેન્નઈને મહત્ત્વપૂર્ણ વિકેટ અપાવી હતી. કિંગ કોહલીએ પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 90.91 હતો. તો બીજીતરફ આ મેચમાં એક વિકેટ લેતાની સાથે જ મોઈન અલીએ T20 ક્રિકેટમાં પોતાની 150 વિકેટ પૂરી કરી હતી. આ ફોર્મેટમાં આ રેકોર્ડ નોંધાવનારો મોઈન વિશ્વનો 123મો ખેલાડી બની ગયો છે. તેણે ફાફ ડુ પ્લેસિસને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. વળી અલીએ મેચમાં 4 ઓવરમાં 2 વિકેટ લીધી હતી. એટલું જ નહીં ફાફ ડુપ્લેસિસ ઉપરાંત તેણે વિરાટ કોહલી (33)ને પણ આઉટ કર્યો હતો.
મહેન્દ્રસિંહ ધોનીની 200મી મેચ
IPLમાં ચેન્નઈ માટે એમએસ ધોનીની આ 200મી મેચ છે. તે વિરાટ કોહલી પછી કોઈપણ એક ફ્રેન્ચાઈઝી માટે 200 મેચ રમનારો માત્ર બીજો ખેલાડી બની ગયો છે. તમને જણાવી દઈએ કે કોહલીએ RCB માટે 218 મેચ રમી છે.
RCBના દરેક ખેલાડીએ યોગદાન આપવું પડશે
રોયલ ચેલેન્જર બેંગ્લોર માટે પાવરપ્લેમાં ઝડપથી રન કરવાનો ટાસ્ક રહેશે. કારણ કે ટીમ છેલ્લા ઘણા સમયથી આ ઓવર્સમાં બેક ટુ બેક વિકેટ ગુમાવી દેતી હોય છે. વળી વિરાટ ભલે ખરાબ ફોર્મમાં હોય પરંતુ ટીમમાં તેનું યોગદાન પણ મહત્ત્વપૂર્ણ રહેશે. જેથી મિડલ ઓર્ડરથી લઈ ફિનિશિંગ રોલમાં દરેક ખેલાડીએ સારુ યોગદાન આપવું પડશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).