Home Gujarat વડોદરામાં 36 કલાકમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા, વધુ 7 દર્દીને હોસ્પિટલમાંથી...

વડોદરામાં 36 કલાકમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા, વધુ 7 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયો, એક્ટિવ કેસનો આંક 34 પર સ્થિર!

Face Of Nation 05-05-2022 : વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં નવા 7 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,051 પર પહોંચી ગઇ છે. વધુ 7 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,260 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 34 પર સ્થિર છે. હાલમાં હોસ્પિટલોમાં એકપણ દર્દી દાખલ નથી. હાલમાં શહેરમાં 28 લોકો ક્વોરન્ટીન છે. તો બીજીતરફ વડોદરામાં છેલ્લા 36 કલાકમાં અટલાદરા, માંજલપુર, ગોત્રી અને ભાયલીમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).