Home Gujarat વાતાવરણમાં પલ્ટો, ભારે પવન અને કરા સાથે ગોંડલ-કોટડાસાંગાણી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો,...

વાતાવરણમાં પલ્ટો, ભારે પવન અને કરા સાથે ગોંડલ-કોટડાસાંગાણી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો, ખેડૂતો ચિંતામાં, ઉનાળુ પાકને નુકસાન!

Face Of Nation 05-05-2022 : રાજકોટ જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. વહેલી સવારે આકાશમાં વાદળો છવાયા હતા. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. ત્યારે ગોંડલ અને કોટડાસાંગાણી પંથકમાં ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વરસાદ પહેલા પવનને કારણે ધૂળની ડમરી પણ ઉડી હતી. રાજકોટ શહેરમાં હાલ વાતાવરણ ગોરંભાયું છે અને કાળા ડિબાંગ વાદળો છવાયા છે. તો બીજીતરફ ગોંડલ શહેરે અને ગ્રામ્ય વિસ્તારમાં દિવસ દરમિયાન આગ ઝરતી ગરમી વરસ્યા બાદ સાંજના સુમારે અચાનક વાતાવરણ પલટાયું હતું. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ગોરંભાયા બાદ તાલુકાના રીબડા, કોલીથડ, પાટીયાળી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું.
વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત
રાજકોટ-ગોંડલ હાઇવે પર ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલના રીબડા, પીપળિયા તેમજ આજુબાજુના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત કોટડાસાંગાણી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે. કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યાનું પણ જાણવા મળ્યું છે.
પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચવાની ભીતિ
હાલ ખેડૂતોના ખેતરમાં તલી, બાજરી, મગનો પાક ઉભો છે. તલીમાં ડોડવા બંધાવાની તૈયારી છે તો બાજરીમાં ડુંડા પણ બેસી ગયા છે. ત્યારે કમોસમી વરસાદથી આ પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ જિલ્લામાં તાપમાનનો પારો પણ ઉંચો રહેતા લોકો આકરી ગરમીથી અકળાયા છે. ત્યારે બપોર બાદ ગોંડલ અને કોટડાસાંગાણી પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).