Face Of Nation 05-05-2022 : ગુજરાત હાઇકોર્ટ સમક્ષ 100 જેટલા પરિવારે એકસાથે સામુહિક ઈચ્છામૃત્યુ માટેની અરજી કરી છે. ગોસાબારા મુસ્લિમ માછીમાર સમાજના આગેવાન દ્વારા સમાજના પ્રતિનિધિ દ્વારા તેમના સમાજના 600 વ્યક્તિઓને સરકાર તરફથી અન્યાય થતો હોવાથી ‘સામુહિક ઇચ્છામૃત્યુ’ની મંજૂરી આપવા રજૂઆત કરી છે. તો બીજીતરફ હાઇકોર્ટ સમક્ષ કરાયેલી આ અરજીમાં સરકાર હિન્દુ અને મુસ્લિમ માછીમારો વચ્ચે ભેદભાવ રાખી રહી છે અને પર્યાપ્ત માત્રામાં સુવિધા ન આપતી હોવાની દલીલ કરવામાં આવી છે. આ મામલે આવનાર દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
પોરબંદરના મુસ્લિમ સમાજ વતી અરજી દાખલ
ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પોરબંદર જિલ્લાના ‘ગોસાબારા મુસ્લિમ માછીમાર સમાજ’ અગ્રણી અલ્લારખ્ખા ઇસ્માઇલભાઇ થીમ્મર દ્વારા એક મહત્વપૂર્ણ બાબતને લઈને અરજી દાખલ કરવામાં આવી છે. અરજદાર દ્વારા હાઇકોર્ટ સમક્ષ માંગ કરાઇ છે કે, સામુહિક રીતે 600 લોકોને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવામાં આવે.
મુસ્લિમ સમાજ જોડાયેલો હોવાની રજૂઆત
ઈચ્છા મૃત્યુ માટેનું કારણ આગળ ધરતા રજૂઆત કરાઈ છે કે, પાછલા 100 વર્ષથી મુસ્લિમ સમાજના લોકો ગોસાબારા ખાતે માછીમારીના ક્ષેત્ર સાથે જોડાયેલા છે. માછીમારી માટે લાયસન્સ મેળવવા માટે પણ તેમને અનેક મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે. જાણી જોઈને આ માછીમારોને તેમના મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. સરકારી તંત્ર તેમને બોટ પાર્કિંગ સહિતની સુવિધાઓ નથી આપી રહી’. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat ‘સામૂહિક ઇચ્છામૃત્યુ’ની માંગ; 100 પરિવારના 600 વ્યક્તિઓને સામૂહિક ઈચ્છામૃત્યુની પરવાનગી આપો’ અરજદારની...