Home News વૈદિક મંત્રોચ્ચાર સાથે ખૂલ્યા કેદારનાથ ધામના દ્વાર, 2 વર્ષ બાદ ભક્તો માટે...

વૈદિક મંત્રોચ્ચાર સાથે ખૂલ્યા કેદારનાથ ધામના દ્વાર, 2 વર્ષ બાદ ભક્તો માટે ખૂલ્યાં ‘કપાટ’, 15 ક્વિન્ટલ ફૂલોથી શણગાર્યું મંદિર, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું!

Face Of Nation 06-05-2022 : બાબા કેદારનાથના દ્વાર 6 મહિના બાદ ખુલ્યા છે. શુભ મુહૂર્ત મુજબ સવારે 6.25 કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા, ત્યારબાદ રાવલ (મુખ્ય પૂજારી)એ બાબાની ડોલી સાથે મંદિરમાં પ્રવેશ કર્યો હતો. આ અવસરે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ 10 હજાર શ્રદ્ધાળુઓ સાથે હાજર રહ્યા હતા. મંદિરના પ્રાંગણને 15 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ પહેલા ગુરુવારે જ કેદારનાથમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. 2020માં કોરોના મહામારી ફેલાયા બાદ અહીં ભક્તોને દર્શન કરવા દેવામાં આવતા ન હતા. દર વર્ષે દરવાજા ખોલવામાં આવતા અને બાબાની પૂજા કરવામાં આવતી હતી.
ગૌરીકુંડથી ભક્તોને કેદારનાથ જવાની પરવાનગી મળી
ગુરુવારે સવારે ગૌરીકુંડથી હજારો ભક્તો કેદારનાથ ધામ તરફ પ્રયાણ કર્યું હતું. ભક્તોએ અહીંથી લગભગ 21 કિમીનું અંતર પગપાળા, ઘોડા અથવા પીટ્ઠું પર કાપ્યું હતું. સવારે 6 વાગ્યે શરૂ થયેલી યાત્રા સાંજે 4 કલાકે કેદારનાથ ધામ ખાતે પૂર્ણ થઈ હતી. ક્ષમતા કરતા વધુ ભક્તોના આગમનને કારણે અફરા-તફરીનું વાતાવરણ હતું, ત્યારબાદ હજારો શ્રદ્ધાળુઓને ગૌરીકુંડ ખાતે અટકાવવામાં આવ્યા હતા. જોકે, શુક્રવારે સવારે બધાને કેદારનાથ જવાની મંજૂરી આપવામાં આવી હતી. તો બીજીતરફ
અંતિમ દિવસે દોઢ ક્વિન્ટલ ભભૂતિ ચઢાવવામાં આવે
એવું માનવામાં આવે છે કે બાબા કેદારનાથ વિશ્વના કલ્યાણ માટે 6 મહિના સુધી સમાધિમાં રહે છે. મંદિરના દરવાજા બંધ કરવાના અંતિમ દિવસે અર્પણ કર્યા બાદ દોઢ ક્વિન્ટલ ભભૂતિ ચઢાવવામાં આવે છે. દરવાજા ખુલતાની સાથે જ બાબા કેદાર સમાધિમાંથી જાગી જાય છે. આ પછી તે ભક્તોને દર્શન આપે છે.
કેદારનાથમાં શિવ લિંગાયત વિધિથી થશે પૂજા
બાબા કેદારનાથનું મંદિર ભારતીયો માટે માત્ર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર જ નથી. જોકે ઉત્તર અને દક્ષિણ ભારતની ધાર્મિક સંસ્કૃતિનો મીટિંગ પોઈન્ટ પણ છે. ઉત્તર ભારતમાં પૂજા પદ્ધતિ અલગ છે, જો કે બાબા કેદારનાથમાં પૂજા દક્ષિણના વીર શૈવ લિંગાયત વિધિથી થાય છે. મંદિરની ગાદ્દી પર રાવલ બેસતા હોય છે, જેને પ્રમુખ પણ કહેવામાં આવે છે. મંદિરમાં રાવલના શિષ્યો પૂજા કરે છે રાવલ એટલે પુજારી, જે કર્ણાટક સાથે સંબંધ ધરાવે છે.
આદિગુરુ શંકરાચાર્યએ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું
ઉત્તરાખંડના ચાર ધામોમાં કેદારનાથ ત્રીજા નંબરે છે. આ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. મહાભારત કાળ દરમિયાન, શિવજીએ અહીં પાંડવોને દર્શન આપ્યા હતા. આ મંદિર આદિગુરુ શંકરાચાર્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર લગભગ 3,581 ચોરસ મીટરની ઉંચાઈ પર આવેલું છે અને ગૌરીકુંડથી લગભગ 16 કિમી દૂર છે. એવી માન્યતા છે કે 8મી- 9મી સદીમાં આ મંદિર આદિગુરુ શંકરાચાર્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).